લંડનઃ ખુદને યુનિવર્સ બોસ ગણાવતાં વેસ્ટ ઈન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે કહ્યું કે, વિશ્વભરના બોલર્સ મારાથી ડરે છે, પરંતુ કેમેરા સામે સ્વીકાર નહીં કરે. ઇંગ્લેન્ડ સામેની ચાર વન ડેમાં 106ની સરેરાશથી 424 રન બનાવ્યા હતા. આઈપીએલમાં તેણે આક્રમક બેટિંગ કરી હતી.


ગેઇલે કહ્યું, હું પહેલા જેટલો ચુસ્ત નથી પરંતુ બોલરોને ખબર છે કે યૂનિવર્સ બોસ શું કરી શકે છે. તેમના દિમાગમાં હજુ પણ પણ ક્રિકેટનો સૌથી ખતરનાક બેટ્સમેન છું. શું હરિફ ટીમ તમારાથી ડરે છે ? તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું- તમને ખબર નથી. તમે તેમને જ પૂછી જુઓ. કેમેરા સામે તેઓ નહીં સ્વીકારે પરંતુ કેમેરો બંધ થયા બાદ મારાથી ડરતા હોવાનો સ્વીકાર કરશે.

ગેઇલે કહ્યું કે, મને ફાસ્ટ બોલરો સામે રમવાની હંમેશા મજા આવે છે. તેનાથી સારી બેટિંગ કરવાની પ્રેરણા મળે છે. મને આવા પડકારો પસંદ છે.

વેસ્ટ ઈન્ડિઝ 31 મેના રોજ પાકિસ્તાન સામે મેચ રમીને વર્લ્ડકપના અભિયાનનો પ્રારંભ કરશે.

વર્લ્ડકપ માટે રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાનો ક્યો ખેલાડી PUBG રમતો જોવા મળ્યો, જાણો વિગત

લોકસભા ચૂંટણી પરિણામ બાદ ક્યારે મળી શકે છે મોદી સરકારની કેબિનેટ બેઠક, જાણો વિગત

ભારતીય ટીમ વર્લ્ડકપ રમવા ઇંગ્લેન્ડ રવાના થઇ, એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાના ધૂરંધરો, જુઓ વીડિયો