નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટમાં અનેક સીમા ચિહ્નો હાંસલ કરનારા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બુધવારે સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ભારતના પ્રથમ મુકાબલામાં ધોનીએ ન્યૂઝીલેન્ડના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન બ્રેંડન મેક્કુલમને પાછળ રાખી દીધો હતો.


વિકેટ પાછળ ચપળતા દાખવતાં ધોનીએ વર્લ્ડકપની 21 મેચમાં 33 શિકાર કર્યા છે. ગઇકાલે તેણે ફુલકવાયોનું સ્ટંપિંગ કરવાની સાથે જ ન્યૂઝીલેન્ડના મેક્કુલમને પાછળ રાખી દીધો છે. આ સાથે જ તે વિકેટકિપરના લિસ્ટમાં ત્રીજા નંબર પર આવી ગયો છે. ધોનીએ 33 શિકારમાં 27 કેચ 6 અને 6 સ્ટંપિંગ સામેલ છે. મેક્કુલમે 34 મેચમાં 32 સફળતા મેળવી હતી.

વર્લ્ડકપમાં વિકેટકપિર તરીકે સૌથી વધારે શિકાર કરવાના મામેલ શ્રીલંકાનો પૂર્વ ખેલાડી કુમાર સંગાકાર નંબર એક પર છે. તેણે વર્લ્ડકપમાં કુલ 37 મેચ રમી છે. જેમાં 45 કેચ અને 13 સ્ટંપિંગ સહિત કુલ 54 શિકાર કર્યા છે. સંગાકારા બાદ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ વિકેટકિપર એડમ ગિલક્રિસ્ટનો નંબર આવે છે. ગિલક્રિસ્ટે વર્લ્ડકપમાં 52 શિકાર કર્યા છે, જેમાં 45 કેચ અને 7 સ્ટંપિંગ સામેલ છે.

ધોની વર્લ્ડકપમાં શિકાર કરવાના મામલે વર્તમાનમાં રમી રહેલા વિશ્વભરના વિકેટકિપર્સના લિસ્ટમાં ટોચ પર છે.

INDvSA: ધોનીના ગ્લવસ પર જોવા મળ્યું અનોખું નિશાન, કોઈ અન્ય ક્રિકેટરની નથી આ તાકાત, જાણો વિગત

વર્લ્ડકપ 2019: સાઉથ આફ્રિકા સામે રોહિત શર્મા સહિત આ ખેલાડી રહ્યા જીતના હીરો, જાણો વિગત

રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, ગેહલોત સ્વીકારે હારની જવાબદારી, સચિન પાયલટ બને CM

ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ચોમાસુ ? કેવું રહેશે ચોમાસુ? જુઓ વીડિયો