મોર્ગને ફાઈનલની પૂર્વ સંધ્યા પર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, મને લાગે છે કે તે અમને વધારે સકારાત્મક અને આક્રમક બનાવવામાં મદદ કરે છે. તે અમને થોડા સ્માર્ટ બનાવે છે કે અમારે કેવું રમવાનું છે. ઘર આંગણે ફાઈનલ રમવા અંગે તેણે કહ્યું, મને લાગે છે કે આ આરામદાયક છે અને ઘરમાં રમવું શાનદાર છે. હું ફાઈનલને લઈ ઉત્સાહિત છું. અમે આનો આનંદ લેવા ઈચ્છીએ છીએ. આ વિશ્વકપ ફાઇનલ છે અને તેમાં કંઈ પણ થઈ શકે છે.
કેપ્ટને કહ્યું, આ ડ્રેસિંગ રૂમમાં હોવુ મારું અને દરેક ખેલાડી માટે મોટી વાત છે. આ ચાર વર્ષની મહેનત, સમર્પણ અને ઘણી યોજનાઓનું પરિણામ છે. તેણે ન્યૂઝીલેન્ડની ટીમની પ્રશંસા કરતાં કહ્યું, અનેક મેચોમાં 300થી ઓછા સ્કોરને સફળતાપૂર્વક બચાવ્યો છે. લોર્ડ્સ હાઈ સ્કોરિંગવાળું મેદાન નથી. તેથી હું કહેવા માંગીશ કે ફાઈનલ પણ હાઈ સ્કોરિંગ નહીં થાય. અહીંયા કાંટાની ટક્કર જોવા મળશે.