નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ભારતીય પ્રશસંકો માટે વધુ એક માઠા સમાચાર આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારતી વખતે ઘાયલ થયેલો શિખર ધવન ત્રણ સપ્તાહ માટે બહાર થઈ ગયા બાદ ન્યૂઝીલેન્ડ સામેની મેચને લઇ ખરાબ સમાચાર છે.
ગુરુવારે ટ્રેન્ટ બ્રિજમાં રમાનારી ભારત-વર્લ્ડકપ મેચ વખતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુરુવારે વરસાદ મેચમાં અવરોધ નાંખી શકે છે. જેના કારણે મેચમાં ઓવરો ઘટી શકે છે.
યુકેમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ રહેવાસીઓને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે. નોટિંઘમની સ્થાનિક વેબસાઇટ નોટિંઘમપોસ્ટના રિપોર્ટ પ્રમાણે, સમગ્ર સપ્તાહ માટે વરસાદને લઇ યલો વોર્નિંગ આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને કારણે પરિવહન સેવા પર અસર પડી શકે છે.
વેબસાઇટના રિપોર્ટ મુજબ, ગુરુવારે વરસાદ બપોર સુધીમાં બંધ થઈ શકે છે. આ દિવસે મહત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 10થી 12 ડિગ્રી રહેવાની સંભાવના છે.
ભારત સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમાં છે. જ્યારે ન્યૂઝીલેન્ડે પણ તેની શરૂઆતની ત્રણેય મેચ જીતી છે અને પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.
World Cup: ધવન વર્લ્ડકપમાંથી બહાર થતા હવે આ ખેલાડીને મળી શકે છે તક, જાણો કોના નામ છે ચર્ચામાં
વર્લ્ડકપ 2019: ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે વધુ એક માઠા સમાચાર, જાણો વિગત
abpasmita.in
Updated at:
11 Jun 2019 04:21 PM (IST)
ગુરુવારે ટ્રેન્ટ બ્રિજમાં રમાનારી ભારત-વર્લ્ડકપ મેચ વખતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુરુવારે વરસાદ મેચમાં અવરોધ નાંખી શકે છે. જેના કારણે મેચમાં ઓવરો ઘટી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -