પોન્ટિંગે કહ્યું કે, કોહલી હાલ રન બનાવી રહ્યો છે. તેની ટેસ્ટમાં સરેરાશ 50થી વધારે છે. પરંતુ સચિને આ સરેરાસને 200 ટેસ્ટ મેચ સુધી જાળવી રાખી છે. વિરાટની કરિયર ખતમ થાય ત્યારે જ આ અંગે ચર્ચા કરી શકીએ. વન ડેમાં કોહલનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેથી મને લાગે છે કે ભારત એક ખતરનાક ટીમ છે. જો વિરાટ વર્લ્ડ કપમાં પણ રનનો ધોધ વહાવશે તો ભારત ટુર્નામેન્ટ જીતી શકે છે.
હું જ્યારે વિરાટને રમતો જોઉં છું ત્યારે ખુદને તેની સાથે જોડું છું મને લાગે છે કે તેનો એટિટ્યૂડ ઘણે અંશે મને મળતો આવે છે. મેદાન પર તે ઘણો આક્રમક છે. ઘણીવાર તેની બોડી લેંગ્વેજ નિયંત્રણથી બહાર થઈ જાય છે. તે મારા જેવો છે. હું પણ આવો જ હતો. જ્યારે તમે મેદાન પર સ્પર્દા કરી રહ્યા હો ત્યારે અનેક વખત આવી ઘટનાઓ બને છે. કોહલી જ્યારે મેદાન પર હોય છે ત્યારે હું અનેક વખત તેમાં મારી છબિ જોઉ છું. જોકે, બેટિંગ અંગે હું આવું ન કહી શકું.
ભાજપના સાંસદ પરેશ રાવલે કોંગ્રેસ મુદ્દે કર્યું વિવાદાસ્પદ ટ્વીટ, જુઓ વીડિયો