માંચેસ્ટરઃ વર્લ્ડકપ 2019માં આજે 34મો મુકાબલો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ શનિવારે અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ રવિવારે માનચેસ્ટર પહોંચી ગઈ હતી. પરંતુ વરસાદના કારણે ટીમ ઈન્ડિયાએ ઈન્ડોર પ્રેક્ટિસ કરવી પડી હતી. બ્રિટિશ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે અહીંયા વરસાદની સંભાવના નહીંવત છે.
વર્લ્ડકપ 2019માં ભારત 5માંથી 4 મેચ જીતીને શાનદાર ફોર્મમાં છે, જ્યારે વેસ્ટઈન્ડિઝ છમાંથી માત્ર એક જ મેચ જીતી શક્યું છે. ભારતીય સમય પ્રમાણે બપોરે 2.30 કાલાકે ટોસ થશે અને 3.00 કલાકથી મેચ શરૂ થશે.
મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. લાઇવ સ્ટ્રિમિંગ હોટ સ્ટાર પરથી નીહાળી શકાશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વર્લ્ડકપમાં કુલ 8 મેચ રમાઈ છે. જેમાં પાંચમાં ભારતનો અને ત્રણમાં વેસ્ટ ઈન્ડિઝનો વિજય થયો છે. બંને દેશો વચ્ચે કુલ 126 મેચ રમાઈ છે. જેમાથી ભારત 59 મેચ જીત્યું છે.
વર્લ્ડકપ પછી નિવૃત્તિ લેવાના નિવેદનથી ક્રિસ ગેઈલે ફેરવી તોળ્યું, જાણો હવે ક્યારે લેશે સંન્યાસ
ટીમ ઈન્ડિયાની ભગવા જર્સી પર ICCએ આપ્યું મોટું નિવેદન, કોંગ્રેસ લગાવ્યો તિરંગાના અપમાનનો આરોપ