મુંબઈઃ વર્લ્ડકપમાં ભાગ લેવા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ભારત વર્લ્ડકપમાં અભિયાનની શરૂઆત 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમીને કરશે. ટીમ 25 ને 28 મેના રોજ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે અભ્યાસ મેચ રમશે. આ દરમિયાન ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે, કોહલી એકલો ભારતને ચેમ્પિયન બનાવી નહીં શકે અન્ય ખેલાડીઓએ પણ યોગદાન આપવું પડશે.

સચિને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દરેક મેચમાં 1-2 ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે, પરંતુ જ્યા સુધી આખી ટીમ એક સાથે પરફોર્મ ન કરે ત્યાર સુધી તમે વર્લ્ડકપ જીતી શકતા નથી. કોહલી એકલો ભારતને વર્લ્ડકપ નહીં જીતાડી શકે, તે માટે તેને અન્ય ખેલાડીનો સપોર્ટ મળે તે જરૂરી છે.

ભારતના વર્લ્ડકપ જીતવાના ચાન્સ અંગે વાત કરતા સચિને કહ્યું હતું કે ટીમમાં અનુભવ અને યુવાનું યોગ્ય મિશ્રણ છે. અમુક ખેલાડીઓ એવા છે જેમની પાસે 8-10 વર્ષના ઇન્ટરનેશનલ ક્રિકેટનો અનુભવ છે. તો બીજી તરફ ટીમમાં કુલદીપ, રાહુલ, હાર્દિક, બુમરાહ અને ચહલ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ પણ છે જેમની પાસે 2 વર્ષનો અનુભવ છે. ભારત વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે.

તેંડુલકરે કહ્યું હતું કે નંબર 4 પર કોણ બેટિંગ કરે છે તે ચિંતાનો વિષય નથી. ટીમ નંબર 4 પર ફ્લેક્સિબલ રહી શકે છે અને પરિસ્થિતિ પ્રમાણે બેટ્સમેનને મોકલી શકે છે.

મિશન વર્લ્ડકપ માટે લંડન પહોંચી ટીમ ઈન્ડિયા, જુઓ તસવીરો

EVM પર હંગામોઃ અમિત શાહે કહ્યું, જનાદેશનું અપમાન, વિપક્ષને પૂછ્યા 6 સવાલ, જાણો વિગત

વર્લ્ડકપ પહેલા ક્રિસ ગેઇલનો હુંકાર, કહ્યું- વિશ્વના તમામ બોલરો મારાથી ડરે છે