નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે અફઘાનિસ્તાન સામે વર્લ્ડકપમાં ભારતને ભલે જીત મળી હોય પરંતુ બેટ્સમેનોની ધીમી બેટિંગને લઈ નારાજગી વ્યક્ત કરી છે. સચિને એક સમાચાર એજન્સીને કહ્યું, મેચમાં કેદાર જાધવ અને ધોની વચ્ચે પાર્ટનરશિપ થઈ પરંતુ તે ખૂબ ધીમી હતી. જેના કારણે ભારત સારો સ્કોર બનાવી શક્યું નહોતું.


માસ્ટર બ્લાસ્ટરે કહ્યું, મને થોડી નિરાશા થઈ. ધોની અને જાધવ વચ્ચે 5મી વિકેટ માટે 84 બોલમાં 57 રનની ખૂબ ધીમી પાર્ટનરશિપ થઈ. મિડલ ઓર્ડર બેટ્સમેનોને આ પહેલા ટુર્નામેન્ટમાં વધારે મોકા મળ્યા નહોતા. તેથી તેના પર દબાણ હતું પરંતુ ઈચ્છાશક્તિથી મિડલ ઓર્ડરના બેટ્સમેનો વધારે સારો દેખાવ કરી શક્યા હોત.

સચિને કહ્યું, કેદાર જાધવ પર દબાણ હતું. આ પહેલા તેને પાકિસ્તાન સામે માત્ર 8 બોલ રમવાનો જ મોકો મળ્યો હતો. આ સ્થિતિમાં તેને એક સાથીની જરૂર હતી પરંતુ મળી શક્યો નહીં. કેદાર અને ધોની બંને ભારતને જરૂર હતી તેવા રન રેટ મુજબ રમી શક્યા નહોતા.

યુવરાજ સિંહ બાદ ટીમ ઈન્ડિયાના વધુ એક ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ, જાણો વિગત

મોહમ્મદ શમીએ લીધેલી હેટ્રિક જોવાનું તમે ચુકી ગયા છો? તો જુઓ આ રહ્યો હેટ્રિકનો વીડિયો

અફઘાનિસ્તાન સામે જીત બાદ નાખુશ કેપ્ટન કોહલીએ બેટ્સમેનોને સંભળાવી ખરી-ખોટી, જાણો શું કહ્યું

સુરતના ડાયરામાં બબાલ, પોતાના મનપસંદ ગીતો ગવડાવવાને લઇને લોકોએ રૂપિયાની સાથે તકિયા ઉછાળ્યા, જુઓ વીડિયો