337 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પાકિસ્તાને 16 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 75 રન બનાવી લીધા છે. ફખર જમાન 38 અને બાબર આઝમ 28 રને રમતમાં છે.
ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો નીહાળવા બોલીવુડ સેલિબ્રિટી સહિત રાજકારણીઓ પણ પહોંચ્યા છે. બોલીવુડમાંથી રણવીર સિંહ, સૈફ અલી ખાન, પૂજાબેદીની દીકરી આલિયા ફર્નીચરવાલા પણ મેદાન પર હાજર છે. સાઉથની સુપર સ્ટાર લક્ષ્મી માંચુ અને રકુલ પ્રીત પણ મેચની મોજ માણવા માનચેસ્ટરમાં છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર પણ ભારત-પાકિસ્તાન મેચનો રોમાંચ માણવા પહોંચ્યા છે.
વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાને લાગી શકે છે વધુ એક ફટકો, પાકિસ્તાન સામે માત્ર 16 બોલ ફેંક્યા બાદ આ બોલરે ઇજાના કારણે છોડવું પડ્યું મેદાન
વર્લ્ડકપ 2019: ભારત-પાકિસ્તાન મુકાબલો નીહાળવા પહોંચેલા સૈફ અલી ખાને શું કહ્યું ? જુઓ વીડિયો
વર્લ્ડકપ 2019: રોહિત શર્માએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન જેવા દિગ્ગજ પણ નથી કરી શક્યા કારનામું, જાણો વિગત