વર્લ્ડકપ 2019: ભારત-પાકિસ્તાન મુકાબલો નીહાળવા પહોંચેલા સૈફ અલી ખાને શું કહ્યું ? જુઓ વીડિયો
abpasmita.in | 16 Jun 2019 07:06 PM (IST)
વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો નીહાળવા બોલીવુડ એકટર્સ પણ હાજર રહ્યા છે. આ દરમિયાન સૈફ અલી ખાન પણ માનચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને ખેલાડીઓને સપોર્ટ કરવા પહોંચ્યો હતો.
માનચેસ્ટરઃ માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019માં 22મો મુકાબલો એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વરસાદના કારણે મેચ અટકી ત્યારે ટીમ ઈન્ડિયાએ 46.4 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 305 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 71 અને વિજય શંકર 3 રને રમતમાં છે. મહા મુકાબલો નીહાળવા બોલીવુડ એકટર્સ પણ હાજર રહ્યા છે. આ દરમિયાન સૈફ અલી ખાન પણ માનચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને ખેલાડીઓને સપોર્ટ કરવા પહોંચ્યો હતો. આ ઉપરાંત પૂજાબેદીની દીકરી આલિયા ફર્નીચરવાલા પણ મેદાન પર હાજર છે. સાઉથની સુપર સ્ટાર લક્ષ્મી માંચુ અને રકુલ પ્રીત પણ મેચની મોજ માણવા માનચેસ્ટરમાં છે. રણવીર સિંહે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શિખર ધવન સાથે મસ્તી કરી હતી. વર્લ્ડકપ 2019: રોહિત શર્માએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન જેવા દિગ્ગજ પણ નથી કરી શક્યા કારનામું, જાણો વિગત વર્લ્ડકપ 2019: ભારતીય ઓપનરોએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત વર્લ્ડકપ 2019 INDv PAK: હાથમાં દાંડિયા અને કેડિયું પહેરી મેચ નીહાળવા ઉમટ્યા ગુજરાતીઓ, જુઓ તસવીર