નવી દિલ્હીઃ 30 મેથી શરૂ થઈ રહેલા આઈસીસી વર્લ્ડકપ માટે ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ભારતને નહીં પણ અન્ય ટીમને ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર ગણાવી છે. ગાવસ્કરે ભારતને મજબૂત દાવેદાર ગણાવી છે પરંતુ ફેવરીટ ટીમ તરીકે ઇંગ્લેન્ડને ગણાવી છે.

ગોવસ્કરે કહ્યું કે, ઇંગ્લેન્ડની ટીમ ફેવરીટ છે. જે રીતે તેઓ હાલ ક્રિકેટ રમી રહ્યા છે, તેમના વલણમાં જે બદલાવ જોવા મળ્યો છે તેને જોતા યજમાન ઇંગ્લેન્ડનું પલડું ભારે છે. ઈંગ્લેન્ડ પાસે ખૂબ સારી ટીમ છે. છેલ્લા થોડા વર્લ્ડકપ પર તમે ધ્યાન આપો તો યજમાન દેશોએ પણ ટુર્નામેન્ટ જીતી છે.

ગાવસ્કરે જણાવ્યું, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને ભારતે પણ ઘણો સારો દેખાવ કર્યો છે. મને લાગે છે કે આ ટીમો વર્લ્ડકપમાં અલગ સ્થાન ધરાવે છે. વર્લ્ડકપના ફોર્મેટને લઇ તેમણે કહ્યું કે, ટુર્નામેન્ટમાં ભાગ લેતી દરેક ટીમોને એકબીજા સામે રમવાની તક મળવાની હોવાથી ઘણી રોચક થશે.

ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથના પરત આવવાથી ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત થઈ છે અને તે પણ વર્લ્ડકપ જીતી શકે છે તેમ સુનીલ ગાવસ્કરે કહ્યું હતું.

IPLની વ્યસ્તતા વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર ધોનીએ કઈ મહિલા સાથે કર્યું વોટિંગ, જાણો વિગત

વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, IPLમાં ધોનીની CSK તરફથી રમતો આ ખેલાડી થયો ઘાયલ, જાણો વિગત