નવી દિલ્હીઃ 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપ 2019ને લઇ આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયામાં બીજા વિકેટકિપર તરીકે દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવી છે. જોકે, આ સ્થાન માટે રિષભ પંત પ્રબળ દાવેદાર હતો. પંતની પસંદગી ન થતાં ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું કે, પંતને ભારતની વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન મળવાથી હું હેરાન છું
તેમણે કહ્યું કે, રિષભ પંત શ્રેષ્ઠ બેટિંગ ફોર્મમાં છે અને વિકેટકિપિંગમાં પણ સુધારો થઈ રહ્યો છે. પંતના ફોર્મને જોતા થોડું હેરાન કરનારું છે. તે માત્ર આઇપીએલમાં જ નહીં પરંતુ તે પહેલા પણ સારી બેટિંગ કરી ચુક્યો છે. તે ટોચના છ બેટ્સમેનોમાં ડાબોડી બેટ્સમેનનો વિકલ્પ પણ સાબિત થાત. બોલરોએ ડાબોડી બેટ્સમેન માટે બોલિંગ કરવા લાઇન લેન્થમાં બદલાવ કરવો પડે છે.
તેમણે એમ પણ કહ્યું કે, કોઇ દિવસ સવારે જો ધોનીને ફ્લૂ હોય અને તે રમી શકે તેમ ન હોય તો તમે એવો ખેલાડી ઇચ્છો જે સારો વિકેટકિપર હોય. મને લાગે છે કે કાર્તિકને કોઇ અન્ય ચીજથી વધારે વિકેટકિપિંગ સ્કીલના કારણે ટીમમાં સ્થાન મળ્યું છે.
વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમ એસ ધોની(વિકેટકિપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી
વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાના આ ધૂરંધરો પ્રથમ વખત રમશે વર્લ્ડકપ, જાણો વિગત
વર્લ્ડકપ 2019: આ કારણે ભારતીય ટીમમાંથી પંતનું પત્તુ કપાયું ને કાર્તિકની થઈ પસંદગી, જાણો વિગત
વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, ત્રણ ગુજરાતીને મળ્યું સ્થાન
વર્લ્ડકપ ટીમમાં પંતની પસંદગી નહીં થતાં ભારતનો આ પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અકળાયો, કાર્તિકને લઇ કહી આ વાત, જાણો વિગત
abpasmita.in
Updated at:
15 Apr 2019 08:48 PM (IST)
ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું કે, પંતને ભારતની વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન મળવાથી હું હેરાન છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -