બર્મિંઘમઃ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 337 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના ઓપનરો જેસન રોય અને જોની બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 22 ઓવરમાં 160 રનની ભાગીદારી કરી હતી. બેયરસ્ટોએ 111,  બેન સ્ટોક્સે 79 અને જેસન રોય 66 રન બનાવ્યા હતા. ભારત તરફથી શમીએ 10 ઓવરમાં 69 રન આપી 5 વિકેટ લીધી હતી.


338 રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે ટીમ ઈન્ડિયાએ 22 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 100 રન બનાવી લીધા છે. કેપ્ટન વિરાટ કોહલી 53 અને રોહિત શર્મા 47 રને રમતમાં છે. કોહલી 50 રન બનાવવાની સાથે જ વર્લ્ડકપમાં સતત પાંચમી વખત 50 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો હતો. 2015ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથે પણ સતત પાંચ મેચમાં 50 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો હતો. વિરાટ કોહલીએ આ મેચમાં સ્ટિવ સ્મિથના આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

કોહલીએ આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે 72,  અફઘાનિસ્તાન સામે 67, પાકિસ્તાન સામે 77, 82 રનની ઈનિંગ રમી હતી. જ્યારે પ્રથમ મેચમાં તે 18 રન બનાવી આઉટ થયો હતો.


વર્લ્ડકપ 2019: ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા એક,બે નહીં ચાર વિકેટકિપર સાથે ઉતર્યું, જાણો વિગત

ટીમ ઈન્ડિયાને લાગી શકે છે વધુ એક મોટો ફટકો, ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન ઘાયલ થયો આ ભારતીય બેટ્સમેન, જાણો વિગત