પોર્ટ ઓફ સ્પેનઃ 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થતાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝે ટીમની જાહેરાત કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં આશરે દોઢ વર્ષ બાદ વિસ્ફોટક બેટ્સમેન ઓલ રાઉન્ડર આંદ્રે રસેલની વાપસી થઇ છે. રસેલને આઈપીએલમાં કરેલા શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. તેણે અત્યાર સુધીમાં 9 મેચમાં 218ના સ્ટ્રાઇક રેટથી 392 રન બનાવ્યા છે. જે બાદ વિન્ડીઝ બોર્ડે તેના નામ પર મહોર મારી હતી. રસેલ વેસ્ટ ઈન્ડિઝ તરફથી જુલાઈ 2018માં અંતિમ વન ડે રમ્યો હતો, જે બાદ સીધો વિશ્વકપમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.


ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના ચેરમેન રોબર્ટ હાયન્સે જણાવ્યું, જેસન હોલ્ડર જેવા કેપ્ટન અને લોઅર મિડલ ઓર્ડરમાં આંદ્રે રસેલ જેવા ખેલાડી હોવાથી અમારી બેટિંગને વધારે મજબૂતાઇ મળશે. જેનાથી વિશ્વકપ જીતવાની અમારી સંભાવના વધી ગઇ છે. રસેલ ઉપરાંત ક્રિસ ગેઇલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


વેસ્ટ ઇન્ડિઝે વર્લ્ડ કપ માટે જાહેર કરેલી ટીમમાં હાલ આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કિરોન પોલાર્ડ અને કોલકાતા નાઇટ રાઇડર્સના સ્પિન ઓલરાઉન્ડર સુનીલ નારાયણને સ્થાન આપવામાં આવ્યું નથી. આ બંને ખેલાડીઓ હાલ આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પોલાર્ડે આઈપીએલની એક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતાં એક જીત અપાવી હતી, જે બાદ વેસ્ટ ઈન્ડિઝની વર્લ્ડકપ ટીમમાં તેના સામેલ કરવાની પ્રબળ શક્યતા હતી.

વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડકપ માટે જાહેર કરેલી ટીમ આ પ્રમાણે છે.


સચિન તેંડુલકરને BCCIએ ફટકારી નોટિસ, જાણો શું છે મામલો

શિવરાજ સિંહ ચૌહાને કહ્યું- પિટ્ઠુ કલેક્ટર સાંભળી લે, અમારા પણ દિવસો આવશે ત્યારે તારું શું થશે ?

PM મોદીનો આજે વારાણસીમાં રોડ શો, સાંજે કરશે ગંગા આરતી