ગરીબીમાં પિતા નહોતા બની શક્યા પહેલવાન, દીકરા બજરંગે ગોલ્ડ જીતી પુરુ કર્યું સ્વપ્ન
પરંતુ હજુ ગરીબી દીકરા બજરંગને તૈયાર કરવામાં અડચણ બની રહી હતી. બજરંગના પિતા પાસે પહેલવાન દીકરાને ઘી પીવડાવવાના રૂપિયા નહોતા. પરંતુ દીકરાને કુશ્તીમાં રસ હોવાના કારણે તેઓ બસમાં જવાના બદલે સાયકલ પર જતા હતા જેથી દીકરા માટે રૂપિયાની બચત કરી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાકાર્તાઃ ભારતીય રેસલર બજરંગ પૂનિયાએ 18મા એશિયન ગેમ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડમેડલ અપાવ્યો હતો. ફાઇનલમાં પૂનિયાએ જાપાનના રેસલર તાકાતિની દાયચીને હરાવીને હરાવ્યો હતો. પૂનિયાએ પોતાનો ગોલ્ડ મેડલ સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને અર્પણ કર્યો હતો. બજરંગે પુરુષોના 65 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં આ મેડલ જીત્યો હતો. નોંધનીય છે કે પૂનિયાએ 2014માં યોજાયેલા એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
બલવાન પૂનિયાને બે દીકરા છે એક બજરંગ પૂનિયા અને બીજો હરેન્દ્ર પૂનિયા. હરેન્દ્ર પિતા સાથે ખેતીમાં મદદ કરે છે. કુશ્તીના શરૂઆતના સમયમાં બજરંગે પોતાની મહેનતમાં કોઇ કસર છોડી નહોતી. બજરંગને તૈયાર કરવામાં પહેલવાન યોગેશ્વર દત્તે ખૂબ મદદ કરી હતી.
બજરંગ પૂનિયાએ વર્લ્ડ ચેમ્પિયનશીપ 2013માં બોન્ઝ મેડલ જીત્યો હતો. તે સિવાય 2014માં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યા હતા. જ્યારે 2016 અને 2017માં કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતીને દેશનું નામ રોશન કર્યું હતુ. 24 વર્ષના આ ભારતીય પહેલવાને એશિયન ગેમ્સ અગાઉ સતત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. તેણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ, જાર્જિયામાં તબલિસી ગ્રાન્ડ પ્રી અને ઇસ્તંબુલમાં યાસર દોગુ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ટાઇટલ મેળવ્યું હતું.
પૂનિયા બજરંગીએ ખૂબ સંઘર્ષ કરીને સફળતા મેળવી છે. પૂનિયાનું બાળપણ ખૂબ ગરીબીમાં વિત્યું છે. પૂનિયાએ ગરીબી, અસુવિધા જેવી તમામ વિપરીત સ્થિતિ સામે લડીને પોતાનું મનોબળ ઉંચુ રાખ્યું હતું. 24 વર્ષના પૂનિયા બજરંગને કુશ્તી વારસામાં મળી છે. વાસ્તવમાં પૂનિયાના પિતા બલવાન પૂનિયા પોતાના સમયના જાણીતા પહેલવાન હતા પરંતુ ગરીબીને કારણે તેમનું સ્વપ્ન અધૂરી રહી ગયું. તેઓની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમને જરૂરી ડાયટ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. જેથી પિતાનું અધૂરુ સ્વપ્ન પુરુ કરવા માટે દીકરા બજરંગ પૂનિયાએ રેસલિગ કરવાની જીદ પકડી અને દેશ માટે મેડલ જીતવાનું લક્ષ્ય બનાવી લીધું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -