ઋદ્ધિમાન સાહાએ ટ્વીટ કર્યું કે, ‘આ જન્મદિવસ માટે માટે વિશેષ છે. અમે મારા પરિવારમાં નવા સભ્યની રાહ જોઈ રહ્યા છીએ. અમે ગર્વ સાથે એ જાહેરાત કરીએ છીએ કે અમે બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છીએ. અમારા માટે પ્રાર્થના કરતા રહો.’
ઋદ્ધિમાન સાહાનું નામ દુનિયાના બેસ્ટ વિકેટકીપર્સમાં એક છે, જે રીતે ઋદ્ધિમાન સાહાએ ક્રિકેટ જગતમાં એન્ટ્રી કરી એ ખૂબજ રસપ્રદ છે, એ જ રીતે તેની લવસ્ટોરી પણ બહુ રસપ્રદ છે.
સાહાની રોમી સાથે મુલાકાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઑરકુટ પર થઈ હતી. જ્યારે સાહાએ રોમીને ઓરકુટ પર જોઇ તો જોતો જ રહી ગયો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી ધીરે-ધીરે એ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ.
સાહા દેબ્રતીને પ્રેમથી રોમી કહે છે. લાંબા સમયથી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2011માં લગ્ન કર્યાં. બંનેની એક દીકરી પણ છે. આફ્રિકા વિરૂદ્ધ હાલમાં જ પૂરી થયેલ સીરીઝમાં સાહાએ ત્રણ મેચમાં વિકેટકીપર બેટ્સમેન તરીકેની ભૂમિકા નિભાવી હતી.