દિલ્હીઃ આવતીકાલથી શરૂ થઇ રહેલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી છે. વિશાખાપટ્ટનમમાં ભારત આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝની પહેલી ટેસ્ટ મેચ રમવા મેદાને ઉતરશે. બીસીસીઆઇએ આજે ટીમની જાહેરાત કરી જેમાં રોહિત શર્મા અને રિદ્ધિમાન સાહાની ટેસ્ટ ટીમમાં વાપસી થઇ છે

કોહલીએ કહ્યું કે, બંગાળનો ક્રિકેટર સાહા વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિકેટકિપર છે.સાહા ફિટ છે અને રમવા તૈયાર છે. તે મારા માટે સીરિઝની શરૂઆત રશે. તેનું વિકેટકિપિંગ શાનદાર છે. તેને જ્યારે પણ મોકો મળ્યો ત્યારે બેટિંગથી સારું પ્રદર્શન કર્યું છે.  તે ઈજાના કારણે લાંબા સમય સુધી ટીમથી બહાર રહ્યો હતો અને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી ટીમમાં પરત ફર્યો હતો. પરંતુ તેને વિન્ડિઝ સામે રમવાનો મોકો મળ્યો નહોતો અને બંને મેચમાં પંતે વિકેટકિપિંગ કર્યું હતું.

સાહાએ 2010માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું પરંતુ ધોનીના કારણે વધારે તક મળી નહોતી. સાહાએ તેની છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી, 2018માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તેની ગેરહાજરીમાં પંતે જવાબદારી સંભાળી હતી અને ઈંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારવાની સાથે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ટીમની પ્રથમ પસંદ બન્યો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી પંત ખરાબ શોટ સિલેક્શનના કારણે આલોચનાનો સામનો કરવો પડતો હતો. સાહાએ 32 ટેસ્ટમાં 30.63ની સરેરાશથી 1164 રન બનાવ્યા છે. જેમાં  ત્રણ સદી અને પાંચ અડધી સદી સામેલ છે.   ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 117 રન છે.


ગુજરાતમાં ભાજપે કયા નેતાને કર્યા સસ્પેન્ડ, કારણ જાણીને ચોંકી જશો

India vs South Africa: કોહલી તોડી શકે છે સચિનનો મોટો વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગતે