આ ક્રિકેટ ટીમે માત્ર 11 બોલમાં જીતી લીધી મેચ, રચ્યો ઈતિહાસ
ચીને સતત 5મી વખત 50 કરતાં ઓછા રન બનાવ્યા છે. ટૂર્નામેન્ટમાં પહેલા સિંગાપુરની સામેની મેચમાં ચીને 26 રન જ બનાવ્યા હતા. ઉપરાંત થાઈલેન્ડ વિરૂદ્ધ નવ વિકેટે 35 રન, ભૂટાન સામે 45 રન અને મ્યાનમાર વિરૂદ્ધ 48 રન બનાવ્યા હતા. નેપાળ સામેની મેચમાં યાન હોંગજિયાંગે ટીમ માટે સૌથી વધારે 11 રન બનાવ્યા હતા. આ બધા સૌથી વધારે રન એક્ટ્રાસ 9 રનનો ફાળો હતો. નેપાળની ટીમે વિનોદ ભંડારીના અણનમ 24 રન સાથે 1.5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 29 રન બનાવી મેચ જીતી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુધવારે રમાયેલ આઈસીસીસ ટી20 એશિયાની ક્વોલિફાયર મેચમાં ચીનની સમગ્ર ટીમ માત્ર 26 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી સામે નેપાળે માત્ર 11 બોલમાં વિકેટ ગુમાવ્યા વગર 29 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
નવી દિલ્હીઃ ચીન ભલે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો અને વિશ્વની બીજી સથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ હોય. પરંતુ ક્રિકેટના મેદાન પર હજુ તેને ઘણું કરવાનું બાકી છે. ક્રિકેટના મેદાન પર ચીનની સ્થિતિ એવી છે કે તેને નેપાળ જેવો નાના દેશે ધૂળ ચટાડી દીધી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -