World Test Championship 2021 Final: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ આજે ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં રમાશે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ પર વરસાદનો ખતરો પણ મંડરાઇ રહ્યો છે. ઇન્ટરનેસનલ ક્રિકેટ કાઉનસિલે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા પહેલાથી જ મેચ માટે રિઝર્વ ડે રાખવાનો ફેંસલ કર્યો હતો, પરંતુ આઇસીસીએ રિઝર્વ ડેની શરતો લાગુ કરી છે. 


આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ 18 થી 22 જૂનની વચ્ચે રમાવવાની છે. ફાઇનલ મેચ માટે 23 જૂન રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. આઇસીસીની કોશિશ દરેક પરિસ્થિતિમાં 450 ઓવરની રમત કરાવવાની છે. જો વરસાદ કે કોઇ બીજા કારણોસર સમય બગડે છે તો મેચને છઠ્ઠા દિવસે પણ રમાડવામાં આવી શકે છે. 


રેફરીના હાથમાં રિઝર્વ ડેનો ફેંસલો- 
રિઝર્વ ડેનો ફેંસલો જોકે એટલો બધા આસાન નથી રહેવાનો, મેચ રેફરી નક્કી કરશે કે મેચને છઠ્ઠા દિવસે રમાશે કે નહીં. આના પાંચ દિવસમાં વરસાદ કે કોઇ કરાણોસર મેચનો સમય બરબાદ થઇ જાય છે, તો તેને રિઝર્વ ડે પર કઇ રીતે રમાડાશે તે જાણકારી પણ મેચ રેફરી જ આપશે. મેચ રેફરી પાંચમા દિવસની રમત પુરી થયાના એક કલાક પહેલા રિઝર્વ ડેને લઇને જાણકારી આપશે. 


રિઝર્વ ડેથી આગળ નહીં વધે મેચ- 
આઇસીસીએ પહેલાથી જ નક્કી કરી લીધુ છે કે મેચને રિઝર્વ ડેથી આગળ નહીં વધારી શકાય. રિઝર્વ ડે પર મેચ જો ટાઇ કે ડ્રૉ રહે છે તો બન્ને ટીમોને સંયુક્ત વિજેતા માની લેવામા આવશે. 


ઉલ્લેખનીય છે કે આઇસીસી ટેસ્ટ ચેમ્પિનયનશીપમાં બે વર્ષના લાંબા સફર બાદ ભારત અને ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. ભારતીય ક્રિકેટ ટીમ પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર રહી હતી, જોકે ન્યૂઝીલેન્ડ બીજા નંબર પર. ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે  સાઉથમ્પટનમાં આજે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ રમાશે. લગભગ બે વર્ષના લાંબા સફર બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડ઼િયા અને કેન વિલિયમ્સનના નેતૃત્વમાં  ન્યૂઝિલેન્ડની ટીમે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવું છે. ટીમ ઇન્ડિયાએ મેચના એક દિવસ અગાઉ જ પ્લેઇંગ 11 જાહેર કરી દીધી છે. જ્યારે કિવિ ટીમે અત્યાર સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. ફાઇનલ મેચ આજે બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે.