World Test Championship 2021 Final: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનૌ સૌથી મોટો મુકાબલો રમાશે. ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડને ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્માનો ડર સતાવી રહ્યો છે, આ વાતનો ખુલાસો ખુદ સ્ટાર કિવી બૉલર ટિમ સાઉથીએ કર્યો છે.  


આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ પહેલા બન્ને ટીમો હરિફ ખેલાડીઓને લઇને પોતાનો મત આપી રહ્યાં છે. આ બધાની વચ્ચે ટિમ સાઉથી રોહિત શર્માને ખતરનાક ગણાવ્યો છે. ન્યૂઝીલેન્ડનુ માનવુ છે કે ટૉપ ઓર્ડરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી હોવાના કારણે ટીમ ઇન્ડિયાની બેટિંગ ખુબ મજબૂત છે. ટિમ સાઉથીએ કહ્યું- ન્યૂઝીલેન્ડના બૉલરોએ પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે.  


ટિમ સાઉથીએ રોહિત શર્માને વિરોધી ટીમ પાસેથી મેચ છીનવી લેનારો ખેલાડી ગણાવ્યો છે. ફાસ્ટ બૉલરે કહ્યું- રોહિત ત્રણેય ફોર્મેટમાં શાનદાર ખેલાડી છે, તે એવો ખેલાડી છે, જેને મારે મારા પર્સનલ રીતે તેને બેટિંગ કરતો જોવો ગમે છે. તે વિરોધી ટીમ પાસેથી મેચ છીનવી શેક છે. પરંતુ બૉલિંગ ગૃપ તરીકે મને ખબર છે કે આખો બેટિંગ ક્રમ ખતરનાક છે.  


ટિમ સાઉથીએ કર્યો સારી તૈયારીઓનો દાવો- 
ન્યૂઝીલેન્ડ માટે 78 ટેસ્ટમાં 309 વિકેટ ઝડપનારા ટિમ સાઉથીએ કહ્યું કે તેમની ટીમે ડબલ્યૂટીસી ફાઇનલ માટે સારી તૈયારીઓ કરી છે. ટિમ સાઉથીએ કહ્યું ન્યૂઝીલેન્ડની ટીમ ફ્કત અનુભવી ખેલાડીઓ જ નહીં પરંતુ ઋષભ પંત અને શુભમન ગીલ જેવા બેટ્સમેનોના વીડિયો પણ જોઇ રહી છે. 


ડબલ્યૂટીસી ફાઇનલ દ્વારા ન્યૂઝીલેન્ડની નજર આઇસીસી ટૂર્નામેન્ટમાં જીત નોંધાવવા પર પણ છે. ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લા બે વનડે વર્લ્ડકપમાં ઉપ વિજેતા રહી છે. ન્યૂઝીલેન્ડે 2000માં આઇસીસી ચેમ્પિયન ટ્રૉફી પોતાના નામે કરી હતી. ટિમ સાઉથીએ કહ્યું- અમને ખબર છે કે આ મુશ્કેલ અઠવાડિયુ રહેવાનુ છે. ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે જે આઇસીસી ટૂર્નામેન્ટ જીતવાની ખુબ નજીક પહોંચ્યા અને તેની હાજરીમાં અમને ફાઇનલ રમવાનો અનુભવ છે. 


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ દરમિયાન ન્યૂઝીલેન્ડનુ પ્રદર્શન સારુ રહ્યું છે, ગયા વર્ષે ન્યૂઝીલેન્ડે ભારતને પોતાની ધરતી પર 2-0થી માત આપી હતી.