નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં આઇસીસીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટ (ICC World Test Championship Final) મેચ રમાઇ રહી છે. ટેસ્ટના ત્રીજા દિવસે ભારત કેપ્ટન વિરાટ કોહલીનો મેદાન પર મસ્તી કરતો વીડિયો સામે આવ્યો છે, જે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, ખરેખરમાં કેપ્ટન કોહલી (Virat Kohli) ફિલ્ડિંગ દરમિયાન મેદાન પર મસ્તી સાથે ડાન્સ કરતો દેખાયો હતો. પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ 217 રને પ્રથમ ઈનિંગમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
ભારતીય ટીમની ફિલ્ડિંગ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી મસ્તીના મૂડમાં નજરે પડ્યો હતો. વિકેટ ન મળવા બદલ ઉદાસ થવાને બદલે તેણે મેદાન પર ડાન્સ શરૂ કરી દીધો હતો. એક તરફ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન સારી શરૂઆત કરી રહ્યા હતા. જોકે બાદમાં કોહલીએ લાથમનો શાનદાર કેચ પકડ્યો હતો.
વિરાટ કોહલીએ કર્યો પંજાબી ડાન્સ-
ટીમ ઇન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ફિલ્ડિંગ દરમિયાન, એટલે કે ન્યૂઝીલેન્ડની ટીમ (New Zealand) જ્યારે પહેલી ઇનિંગમાં 9મી ઓવરમાં બેટિંગ કરી રહી હતી. આ સમયે સ્ટેડિયમના સ્ટેન્ડ્સ તરફથી ઢોલ નગાડાનો અવાજ સંભળાયો. આવામાં વિરાટ કોહલી પંજાબી ડાન્સ કરવા લાગ્યો હતો. આખા મેદાનમાં માહોલ ખુશનુમા થઇ ગયુ હતુ.
ફેન્સને આવ્યો પસંદ-
વિરાટ કોહલીન (Virat Kohli)ના આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ભારતીય કેપ્ટન ભાંગડા (Bhangra) કરતો દેખાઇ રહ્યો હતો. આને જોઇને ફેન્સ પણ ખુબ ખુશ થઇ ગયા. આ વીડિયો પર ફેન્સ જુદીજુદી કૉમેન્ટ આપી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- કોહલી ડાન્સ કરી રહ્યો છે, એનો અર્થ એ કે અમે આ મેચ જીતી રહ્યાં છીએ. બીજા શખ્સે લખ્યું- હજુ કીવી ટીમને ડાન્સ કરાવવાનો છે.