સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સ્વાસ્થ્ય મંત્ર આપ્યો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જણાવ્યું કે યોગ પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. સાથે જ કોરોનાકાળમાં યોગનું મહત્વ વધ્યુ છે. યોગ ટ્રેસથી સ્ટ્રેંથ સુધી લઈ જાય છે. નેગેટિવિટીથી ક્રિએટિવીટી સુધી લઈ જાય છે અને યોગથી ઈચ્છાશક્તિ મજબુત થાય છે તેમ જણાવ્યુ હતું.


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે યુએન અને WHO સાથે મળીને યોગના વિસ્તારમાં નવુ પગલુ ભરવા જઈ રહ્યું છે. જેમાં એક એમ યોગા એપ વિકસાવવામાં આવી છે. જે એપમાં યોગના અલગ અલગ આસન અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ હશે.


કોરોનાનો આ અદ્રશ્ય વાઈરસ જ્યારે વિશ્વમાં આવ્યો, ત્યારે કોઈપણ દેશ માનસિક રીતે તૈયાર ન હતો.આવામાં યોગ આત્મબળનું મોટું માધ્યમ બન્યો.


યોગ ઉપર સાયન્ટિફિક રિસર્ચ થઈ રહ્યા છે. યોગથી આપણી ઈમ્યુનિટી પર થઈ રહેલા સકારાત્મક પ્રભાવ પર રિસર્ચ થઈ રહ્યા છે.


આજે મેડિકલ યોગ સાથે સાથે હીલિંગ પ્રોસેસ પણ એટલી મહત્વની છે.






આજે બાળકોને ઓનલાઈન ક્લાસથી પણ 10 15 મિનિટ યોગ અભ્યાસ કરાવાઈ રહ્યો છે. જે કોરોના સામેની લડાઈમાં તેને તૈયાર કરશે. સારું સ્વાસ્થ્ય સફળતાનું માધ્યમ છે.


યોગમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ભાર મુકવામાં આવ્યો છે. યોગથી આપણને અનુભૂતિ થાય છે કે આપણી વિચારશક્તિ, આંતરિક સામર્થ્ય કેટલું વધારે છે, વિશ્વની કોઈપણ મુશ્કેલી આપણને તોડી શકતી નથી.






ગીતામાં કહેવાયું છે કે વિયોગથી મુક્તિને જ યોગ કહેવાય છે. બધાને સાથે લઈને ચાલનારી આ યોગ યાત્રાને આપણે આવી રીતે જ આગળ વધારવાની છે. કોઈપણ સ્થાન, પરિસ્થિતિ કે ઉંમર હોય યોગમાં બધાનું સમાધાન છે.