દક્ષિણ આફ્રિકાની ધરતી પર પહેલી સદી ફટકારી યાદગાર જીત અપાવનારા આ ક્રિકેટરને ભારતીય મહિલા ટીમનો કોચ બનાવાયો...
આ ઉપરાંત ભુતકાળમાં તમિલનાડુ, બંગાળ, ભારતની અંડર-19 ટીમનો કોચ પણ રહી ચૂકયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App53 વર્ષીય રમન ભારત તરફથી 11 ટેસ્ટ અને 27 વનડે રમી ચૂકયો છે. 1992-93માં ભારતના સાઉથ આફ્રિકાના પ્રવાસમાં સદી ફટકારનાર પ્રથમ બેટસમેન બન્યો હતો. રમન નેશનલ ક્રિકેટ એકડમી બેંગ્લોરમાં કન્સલટન્ટ પણ છે.
નવી દિલ્હીઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર ડબલ્યુ વી રમનની નિમણુંક કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડની એડમિનિસ્ટ્રેટિવ કમિટિએ કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની કમિટી બનાવી હતી. તેમને જે લોકોએ કોચ બનવાની અરજી કરી હતી તેમના ઇન્ટરવ્યુ લઇને બીસીસીઆઈને ત્રણ નામ ક્રમ પ્રમાણે શોર્ટ લિસ્ટ કરીને જવાબદારી સોંપી હતી.
કુલ 28 અરજીઓ પૈકી ઇન્ટરવ્યુ માટે 10ના નામ અલગ કરીને બાકીના 18ની બાદબાકી કરી દેવાઈ હતી. રમન, કર્સ્ટન, વેંકટેશ પ્રસાદ આ ત્રણને તે જ ક્રમ માટે પેનલે આખરી શોર્ટલિસ્ટ સાથે બીસીસીઆઈને મોકલ્યા હતા.
જો કે તે અગાઉ આ ત્રણ ઉપરાંત મનોજ પ્રભાકર, ટ્રેન્ટ જોન્સન, ડીમીત્રી મોસ્કરહન્સ, બ્રેડ હોગ અને કલ્પના, પોવાર,ગિબ્સના ઇન્ટરવ્યુ લેવાયા હતા. કર્સ્ટન સહિત પાંચ અરજદારોના ઇન્ટરવ્યુ સ્કાઇપમાં થયા હતા જયારે એક અરજદારનો ફોન પર ઇન્ટરવ્યુ થયો હતો. કર્સ્ટનની જ નિમણુંક નિશ્ચિત હતી પણ તે આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની તેની જવાબદારી છોડવા નહતો માંગતો. જેને લીધે રમન પર પસંદગીનો કળશ ઢોળાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -