નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટ્રાઈ સીરીઝના ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને છ વિકેટ હરાવીને ભારતે અંડર 19 ખિતાબ પર કબ્જો કર્યો છે. મેજબાન ઇંગ્લેન્ડ પહેલા જ બહાર ફેંકાઈ ગયું હતું. ફાઈનલ મેચમાં ભારત તરફથી ચાર બેટ્સમેને હાફ સેન્ચુરી ફટકારી હતી. આ મેચમાં સૌથી મહત્ત્વનો ફાળો ટીના ઓપનર યશ્સવી જાયસ્વાલનો રહ્યો હતો. ઓપનર યશસ્વી જાયસ્વાલે 72 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા. તેણે દિવ્યાંશ દિવ્યાંશ સક્સેના સાથે 104 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતા.

યશસ્વીનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે, મુશ્કેલ સમયમાં યશસ્વી પોતાનો ખર્ચો કાઢવા માટે મુંબઈના આઝાદ મેદાન પર પાણીપુરી વેચતો હતો. આ વિશે વાત કરતાં તેને જણાવ્યું કે, સવારે જે છોકરાઓ મારી સાથે ક્રિકેટ રમતા તે જ સાંજે મારી પાસે પાણી પુરી ખાવા આવતા હતા અને આવું કરવામાં મને બહું ખરાબ લાગતું હતું પણ જરૂરિયાને કારણે આ બધું કરવું પડ્યું.

યશસ્વી માત્ર 11 વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના ભિદોહી જિલ્લાથી મુંબઈ આવી ગયો હતો. તેની પાસે રહેવા માટે કોઈ જગ્યા પણ નહોતી. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, તે જ્યારે એક ટેન્ટમાં રહેતો હતો ત્યારે તેની પાસે વીજળી, પાણી અન, બાથરૂમ જેવી સુવિધાઓ નહોતી. હું માત્ર મુંબઈ માટે જ ક્રિકેટ રમવાનું વિચારીને આવ્યો હતો.