ક્રિકેટર યુવરાજ સિંહ વિરૂદ્ધ નોંધાયો ઘરેલુ હિંસાનો કેસ, જાણો કોણે કરી ફરિયાદ...
સ્વાતિએ આગળ કહ્યું કે, જ્યારે યુવરાજ અને જોરાવરની માતા આકાંક્ષા પર બાળક આપવાના મામલે દબાણ બનાવી રહી હતી ત્યારે યુવરાજ પણ તેમાં સામેલ હતો. તેણે પણ આકાંક્ષા પર માતા બનવાનું દબાણ કર્યું હતું. આ કામમાં યુવરાજે પોતાની માતાનો પૂરો સાથ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્પોટબોય વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, આકાંક્ષાએ યુવરાજ, તેના ભાઈ અને માતા વિરૂદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો છે. આકાંક્ષાના વકીલ સ્વાતિ સિંહનું આ મુદ્દે કહેવું છે કે, તે હાલમાં આ મુદ્દે કંઈ નહીં કહે અને આ મામલે પ્રથમ સુનાવણી 21 ઓક્ટોબરના રોજ થશે. સ્વાતિએ જણાવ્યું કે, પ્રથમ સુનાવણી બાદ આકાંક્ષા કોઈ નિવેદન આપશે.
યુવરાજ સિંહનું નામ આ મામલે સામેલ થવા પર વકીલ સ્વાતિએ કહ્યું કે, ઘરેલુ હિંસાનો મતલબ માત્ર શારીરિક હિંસા જ નથી હોતો. તેનો મતલબ માનસિક અને આર્થિક શોષણ સાથે છે, જેમાં યુવરાજ પણ બરોબરનો ભાગીદાર છે.
સ્વાતિએ એ પણ કહ્યું કે, યુવરાજ સિંહેની માતા શબમને હાલમાં જ આકાંક્ષા વિરૂદ્ધ એક ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે આકાંક્ષા પાસેથી તમામ જ્વેલરી પરત લેવા તેના વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. તેણે કહ્યું કે, શક્યતા છે કે આ ફરિયાદ માત્ર ઘરેણાં માટે કરવામાં આવી હોય રૂપિયા માટે નહીં.
આ એ જ આકાંક્ષા શર્મા છે જેણે બિગ બોસ 10માં ભાગ લીધો હતો. જણાવીએ કે આકાંક્ષાએ બિગ બોસ 10 દરમિયાન પણ યુવરાજ પર સતત આરોપ લગાવ્યા હતા અને યુવી વિરૂદ્ધ અનેક ખુલાસા પણ કર્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં તેણે એ પણ કહ્યું હતું કે, મેં યુવરાજને ગાંજો પીતા જોયો છે. એક અહેવાલ અનુસાર યુવરાજના ભાઈ અને માતા ઉપરાંત ખુદ યુવરાજ પર પણ ઘરેલુ હિંસાનો કેસ નોંધવામાં આવ્યો છે.
સ્વાતિએ કહ્યું કે, શબમન સિંહ ખૂબ જ ડિમેન્ટ છે. તે પોતાના નિર્ણય બધા પર લાદે છે. જોરાવર અને આકાંક્ષાનો દરેક નિર્ણય શબનમ સિંહ પર જ આધાર રાખતો હતો, જેમ તે કહે તેમ ઘરમાં તેની જ મરજી ચાલતી હતી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહેલ સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહ માટે સમય સારો નથી ચાલી રહ્યો. યુવરાજ સિંહની ભાભી આકાંક્ષા શર્માએ તેના પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવતા ફરિયાદ કરી છે. એટલું જ નહીં તેણે યુવરાજના ભાઈ જોરાવર સિંહ અને માતા શબમન પર પણ આરોપ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -