ખરેખર, ગ્લૉબલ ટી20 ટૂર્નામેન્ટમાં મેદાન પર ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યાં છે, તે સમયનો આ વીડિયો છે. જેમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બેન કટિંગનો તેની ગર્લફ્રેન્ડ ઇન્ટરવ્યૂ લઇ રહી છે.
શનિવારે ટોરેન્ટો નેશનલ અને એડમૉન્ટન રૉયલ્સ વચ્ચે મેચ રમાવવાની હતી, પણ વરસાદના કારણે રોકવી પડી હતી. આ દરમિયાન બેન કટિંગને તેને ગર્લફ્રેન્ડ એરિન હોલેન્ડ ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે. ઇન્ટરવ્યૂની શરૂઆત થતાં જ પાછળથી યુવરાજ સિંહ આવીને મજાકભર્યા મૂડમાં કહે છે કે, તમે બન્ને લગ્ન ક્યારે કરો છો, સમય વીતી રહ્યો છે. આ પ્રશ્ન સાંભળીને બેન કટિંગ અને ગર્લફ્રેન્ડ એરિન પણ હસવા માંડે છે. એરિને જવાબમાં કહે છે કે તમને જરૂર બોલાવીશું લગ્નમાં...