ટીમ ઈન્ડિયાને બે વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા વિસ્ફોટક બેટ્સમેનની પંજાબની ટીમમાં થઈ વાપસી, જાણો વિગત
તાજેતરમાં યુવરાજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે નવી શરૂઆત માટે તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ તમામ લોકોની નજર ટીમ ઈન્ડિયાના વર્લ્ડકપ હીરો અને દેશ માટે 300થી વધારે વનડે રમી ચુકેલા આ સ્ટાર યુવરાજ સિંહ પર છે. તેના ફેન્સ આગામી વર્ષે રમાનારા વર્લ્ડકપમાં તેને ટીમમાં રમતો જોવા માંગે છે.
મંદીપ ઉપરાંત ગુરકીરત માનને ટીમનો વાઇસ કેપ્ટન બનાવાયો છે. 16 સભ્યોની ટીમમાં અંડર-19ની ટીમના ત્રણ ખેલાડીઓ શુબમન ગિલ, અર્શદીપ સિંહ અને અભિષેક વર્માને સામેલ કરવામાં આવ્યા છે. ગિલ આ વર્ષે ભારત-એ અને આઈપીએલમાં પણ રમી ચુક્યો છે.
યુવરાજની જેમ ટીમમાં પરત ફરવાની આશા રાખી રહેલા હરભજન સિંહની અવગણના કરવામાં આવી છે. વિજય હજારે ટ્રોફી માટે જાહેર કરવામાં આવેલી ટીમનું સુકાનીપદ મંદીપ સિંહને સોંપવામાં આવી છે. આઈપીએલથી પોતાની ઓળખ બનાવારા મંદીપે ટીમ ઈન્ડિયા માટે ત્રણ ટી20 મુકાબલા રમ્યા છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને 2007નો T20 વર્લ્ડ કપ અને 2011નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો હીરો યુવરાજ સિંહ ફરી એક વખત ક્રિકેટના મેદાન પર બેટિંગથી ધમાલ મચાવવા તૈયાર છે. આશરે એક વર્ષ બાદ યુવરાજ સિંહની પંજાબની ટીમમાં વાપસી થઈ છે. વિજય હજારે ટ્રોફી માટે જાહેર કરવામાં આવેલી પંજાબની ટીમમાં તેની પસંદગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -