ભારતનો આ સ્ટાર ખેલાડી આજે નિવૃત્તિની કરી શકે છે જાહેરાત, મુંબઈમાં યોજશે પ્રેસ કોન્ફરન્સ
abpasmita.in | 10 Jun 2019 08:36 AM (IST)
બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, યુવરાજ આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી સંન્યાસ અંગે વિચારી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતના 2011 વર્લ્ડકપના નાયક રહેલ યુવરાજ સિંહ આજે વાત કરવા માટે સાઉથ મુંબઈ હોટલમાં મિડિયાને બોલાવ્યા છે, અટકળો છે કે યુવરાજ સિંહ આજે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, યુવરાજ આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી સંન્યાસ અંગે વિચારી રહ્યો છે. તેની માહિતી ધરાવતા બીસીસીઆઈના એક સૂત્રે કહ્યું કે તેઓ બીસીસીઆઈ સાથે વાત કરવા માંગશે અને જીટી20 (કેનેડા) અને આયરલેન્ડ અને હોલેન્ડમાં યુરો ટી20 લીગમાં રમવા અંગે સ્પષ્ટતા કરવા માંગશે. કારણ કે તેમાં રમવા માટેની ઓફર મળી રહી છે. યુવરાજ આ વર્ષે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની તરફથી રમ્યા પરંતુ મોટા ભાગે તેને તક મળી નથી આથી તે પોતાની ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કેટલાંક લોોકનું માનવું છે કે જો ઝાહીર ખાન અને વીરેન્દ્ર સહેવાગ દુબઇમાં ટી10 લીગનો હિસ્સો બની શકે છે તો પછી યુવરાજને સ્વીકૃતિ કેમ ના મળી શકે.