નવી દિલ્હીઃ મોનસૂને કેરળમાં દસ્તક દઈ દીધી છે. આ વખતે ચોમાસું આઠ દિવસ મોડું આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં દક્ષિણ પૂર્વ અથવા પૂર્વ મધ્ય વિસ્તારોમાં વાવાઝોડા સાથે જોરદાર વરસાદ પડી શકે છે. 24 કલાકમાં આ હવા વાવાઝોડાનું રૂપ પણ ધારણ કરી શકે છે. આ વખતે ચોમાસું ભારતના અન્ય વિસ્તારમાં પણ 7-10 દિવસ મોડું આવી શકે છે.



હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, જૂન મહિનામાં સામાન્યથી ઓછો વરસાદ થશે. જ્યારે મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં હજુ પણ હીટવેવ ચાલુ રહેશે. સૌથી વધારે હીટવેવ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં રહેશે.

Monsoon strted with a bang in the State and many waterbodies were filled to the brim. Express/Albin Mathew

હવામાન વિભાગ અનુસાર, 9થી 13 જૂન વચ્ચે કેરળ, લક્ષ્યદ્વીપ, કર્ણાટકના દરીયા કાંઠાના વિસ્તાર, કર્ણાટકના દક્ષિણના વિસ્તાર, કોંકણ, ગોવા, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ આવી શકે છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવાનું પણ કહ્યું છે.