જાણો યુવીએ પોતાના લગ્નના કાર્ડ પર મોદીનું નામ કઈ રીતે લખ્યું
એક વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે, યુવરાજસિંહના લગ્નના કાર્ડ પર પ્રિન્ટિંગ ભૂલથી વડાપ્રધાનનું નામ ખોટી રીતે લખાઇ ગયું હોવાનું માનવામાં આવે છે. નોંધનીય છે કે યુવરાજસિંહ આગામી 30 નવેમ્બરના રોજ બોલિવૂડ એક્ટ્રેસ હૈઝલ કીચ સાથે લગ્ન કરશે. ત્યારબાદ 2 ડિસેમ્બરના રોજ ગોવામાં ફરીથી તેઓ લગ્ન કરશે. પાંચ અને સાત ડિસેમ્બરના રોજ દિલ્લીમાં સંગીત અને રિસેપ્શન યોજાશે. આ લગ્નને યુવરાજ-હૈઝલ પ્રિમીયર લીગ નામ આપવામાં આવ્યું છે.
નવી દિલ્લીઃ ભારતની વિશ્વ ચેમ્પિયન ક્રિકેટ ટીમના બે વખત ભાગ રહી ચૂકેલા સ્ટાર ક્રિકેટર યુવરાજસિંહ પોતાની માતા શબનમસિંહ સાથે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતીય યુવરાજસિંહે મોદીને પોતાના લગ્નમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યુ હતું. સૌથી આશ્વર્યની વાત એ છે કે વડાપ્રધાન મોદીને પાઠવવામાં આવેલા મેરેજ કાર્ડ પર વડાપ્રધાનનું નામ ખોટી રીતે લખવામાં આવ્યું છે. કાર્ડ પર Narendra Modiને બદલે ‘Narender’ Modi એવું લખવામાં આવ્યું છે.