નવી દિલ્હીઃ ભારતીય ટીમ વર્લ્ડકપના સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને હારીને બહાર ફેંકાઈ ગઈ હતી. ત્યાર બાદ અનેક દિગ્ગજ ક્રિકેટરોએ ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવ્યા છે. હવે આ જ ક્રમમાં યુવરાજ સિંહનું નામ પણ જોડાઈ ગયું છે.

યુવરાજ સિંહે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટને નંબર 4 માટે કોઈને તૈયાર કરવો જોઈતો હતો. જો કોઈ નંબર-4 પર સારું નથી કરી રહ્યું તો તે ખેલાડીને કહેવું જોઈતું હતું તે તેને વર્લ્ડકપ રમવાનો છે. જેમ કે 2003માં તે સમયે ટીમે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમી હતી. પરંતુ સારું પ્રદર્શન નહોતું કર્યું. આ ટીમે જ 2003નો વર્લ્ડકપ રમ્યો હતો.



ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ નંબર-4 પર બેટિંગ કરતો અને ટી-20 વર્લ્ડકપ 2007 તથા વનડે વર્લ્ડકપ 2011માં તેમણે ટીમને ચેમ્પિયન બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવીએ કહ્યું કે નંબર-4 એવી જગ્યા છે, જ્યાં કોઈ સારું કરી રહ્યો હોય તો તેને સપોર્ટ કરવો પડશે. કોઈપણ ખેલાડીને આ રીતે ડ્રોપ ન કરી શકાય. કાર્તિકને પણ રમાડાયો. પરંતુ નંબર 4 માટે ટીમ મેનેજમેન્ટ પાસે કોઈ પ્લાન નહોતો.