આ મેચમાં યુવરાજે ત્રણ પાવરફુલ સિક્સર્સ ફટકારી, જેમાંથી બે પાકિસ્તાની બોલર શાદાબની બોલિંગમાં આવી. આવા છગ્ગા જોયા બાદ બોલર્સ પણ દંગ રહી ગયા. યુવરાજ આ લીગની ટોરન્ટો નેશનલ્સની ટીમમાં છે. તે એડમન્ટોન રૉયલ્સ વિરુદ્ધ રમી રહ્યો હતો. યુવરાજની ટીમ 192 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહી હતી ત્યારે ઓપનર્સ માત્ર 29 રનમાં આઉટ થઈ ગયા હતા. બાદમાં યુવરાજે આવીને મેચની બાજી જ પલટી નાખી હતી. તેણે 21 બોલરમાં ધમાકેદાર 35 રન ફટકાર્યા જેમં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા.
યુવરાજની ધમાકેદાર ઇનિંગના રોજે ટીમ મેચ જીતી ગઈ હતી. તેણે પાકિસ્તાની સ્પિનર શાદાબની બોલિંગમાં લગાવેલી સ્ટ્રેઈટ સિક્સ તો બહુ જ દર્શનીય હતી. ગ્લોબલ ટી20માં પહેલી મેચની જ યુવરાજ ચર્ચામાં છે, કારણ કે, તે આઉટ થયા વિના જ પેવેલિયન પરત ફરી ગયો હતો. યુવીને લાગ્યું કે, તે સ્ટમ્પ આઉટ થઈ ગયો છે જ્યારે બોલ પર લાગ્યો ત્યારે તે ક્રિઝની અંદર જ હતો.