હરભજને કહ્યું કે, વનડેમાં નંબર -4 માટે સંજૂ સેમસન કેમ નઈ, તેની પાસે રમવાની સારી ટેકનીક છે, રમતની સમજ છે. આજે દક્ષિણ આફ્રિકા સામે આજે સારું રમ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા-એ તરફથી ત્રીજા નંબર પર બેટિંગ કરતા સેમસને દક્ષિણ આફ્રિકા-એ સામે 48 બોલમાં 91 રનની ઇનિંગ રમી હતી અને પોતાની ટીમને 36 રનોથી જીત અપાવી હતી.
યુવરાજનું કહેવું છે કે ટીમ ઈન્ડિયાને નંબર-4 માટે બેટ્સમેનની જરૂર નથી. આ વાતને યૂવી સાથે જોડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ત્રણ વનડે સીરીઝમાં અય્યરે નંબર 4 પર પ્રશંસનીય બેટિંગ કરી હતી અને 71 તથા 65નો સ્કોર બનાવ્યો હતો. આ પહેલા યુવા બેટ્સમેન રિષભ પંતને નંબર 4 માટે અજમાવ્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. પંત ખાસ કમાલ કરી શક્યો નથી.