નવી દિલ્હીઃ ભારતીયો માટે આજે ઐતિહાસિક દિવસ છે. ભલે ચંદ્રયાન 2 નિષ્ફળ રહ્યું હોય પરંતુ ભારત માટે તો આ ક્ષણ ગર્વ કરવા જેવી જ છે. સેલેબ્સ લઈને તમામ ભારતીય ઈસરો વૈજ્ઞાનિકોના વખાણ કરી રહ્યા છે. જોકે ભારતની આ ઉપલબ્ધિને લઈને સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટ ટ્રોલ થઈ રહી છે.

વાત એમ છે કે, આલિયાને હાલમાં જ પીપુલ્સ ચોઈસ અવોર્ડ માટે ધ મોસ્ટ ઈંસ્પાયરિંગ વુમન ઓફ 2019 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. જો કે આ નોમિનેશન ખુબ મોટી ઉપલબ્ધિ છે. પરંતુ લોકોને આલિયાની આ અચીવમેન્ટ બિલકુલ પસંદ ના આવી અને મનફાવે તેમ કોમેન્ટ કરી છે.



આલિયાને મળેલ નોમિનેશન પર સોશિયલ મીડિયામાં લોકોનું કહેવું છે કે, આ એવોર્ડ અને નોમિનેશન ચંદ્રયાન-2ની ડાયરેક્ટર રિતુ કરીધલ જેવી મહિલાઓને મળવું જોઈએ કે જેણે દેશ માટે કંઈક કર્યું છે. પરંતુ આલિયા ભટ્ટને શા માટે?

આ સિવાય પણ લોકોની કોમેન્ટો આવી રહી છે કે આલિયા દેશ માટે કંઈ રીતે ઈંસ્પાયરિંગ મહિલા હોઈ શકે. જ્યારે દેશમાં આટલી મહિલાઓ છે કે જેની ઉપલબ્ધિ આપણે ગણવા બેસીઓ તો પણ થાકી જઈએ. લોકોએ હીમા દાસ, પીવી સિન્ધુ જેવી મહિલાઓના નામની સલાહ આપી તો કોઈએ માનસી જોશી તરફ પણ ઈશારો કર્યો હતો. તો કોઈએ આલિયા પર ખરાબ કોમેન્ટ પણ કરી છે.



જોકે કેટલાક લોકો કહી રહ્યા છે કે આ રીતે આલિયાને ગમે તેમ બોલવું ન જોઈએ. કારણ કે, એન્ટરટેન્મેન્ટ કેટેગરીમાં તેનું સ્થાન ઈંસ્પાયરિંગ વુમન તરીકે નામ નોમિનેશમ થયું છે.