મુંબઈઃ યુવરાજ સિંહે સોમવારે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ખુલાસો કર્યો કે, BCCIએ યો-યો ટેસ્ટમાં નિષ્ફળ જઈશ તો વિદાય મેચ રમવાનો મોકો મળશે તેવો વાયદો કર્યો હતો. જોકે હું યો-યો ટેસ્ટમાં પાસ થયો પરંતુ વિદાય મેચ રમવાનો મોકો ન મળ્યો. મેં બીસીસીઆઈમાં કોઈ ને નહોતું કહ્યું કે, હું અંતિમ મેચ રમવા માંગુ છું. જો મારામાં ક્ષમતા હોત અને હું ઈચ્છત તો મેદાનમાં જ નિવૃત્તિ જાહેર કરત. મારે નિવૃત્તિ મેચ રમવી જોઈએ તેવું ક્રિકેટ રમવું મને પસંદ નથી.
યુવરાજે કહ્યું, તે સમયે મેં કહ્યું કે મારે વિદાય મેચ નથી જોઈતી. જો હું યો-યો ટેસ્ટ પાસ નહીં કરું તો ચૂપચાપ ઘેર જતો રહીશ. યો-યો ટેસ્ટ મેં પાસ કર્યો પરંતુ તે પછીની ચીજો મારા હાથમાં નહોતી.
યુવરાજે 304 વન ડે રમીને 8710 રન બનાવ્યા હતા. તેમણે 14 સદી ફટકારી હતી. વન ડે ક્રિકેટમાં યુવરાજના નામની 111 વિકેટ પણ નોંધાયેલી છે. કરિયરની અંતિમ વન ડે તે 30 જૂન, 2017ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો. T-20માં યુવરાજે 58 મેચ રમીને 1177 રન બનાવ્યા હતા. ટી 20માં તેમના નામે 8 અડધી સદી છે. ટી20માં તેમણે 28 વિકેટ લીધી હતી. અંતિમ ટી20 1 ફેબ્રુઆરી,2017ના રોજ ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં યુવતાજનું બેટ અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યું નહોતું. તેણે 40 ટેસ્ટમાં 1900 રન બનાવ્યા હતા. જેમાં 3 સદી સામેલ છે.
યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડના 6 બોલમાં ફટકાર્યા હતા 6 છગ્ગા, હવે નિવૃત્તિ પર બ્રોડે કહી આ વાત, જાણો વિગત
મેરઠઃ પોલીસે કિન્નરો પર કર્યો લાઠી ચાર્જ, જુઓ વીડિયો
યુવરાજ સિંહની નિવૃત્તિની જાહેરાત બાદ સચિન-સેહવાગ સહિતના ક્રિકેટરોએ શું કહ્યું ? જાણો વિગત
યો-યો ટેસ્ટ, ફેરવેલ મેચને લઈ યુવરાજ સિંહે કર્યો મોટો ધડાકો, જાણો શું કહ્યું
abpasmita.in
Updated at:
10 Jun 2019 09:05 PM (IST)
યુવરાજ સિંહે સોમવારે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ખુલાસો કર્યો કે, BCCIએ યો-યો ટેસ્ટમાં નિષ્ફળ જઈશ તો વિદાય મેચ રમવાનો મોકો મળશે તેવો વાયદો કર્યો હતો. જોકે હું યો-યો ટેસ્ટમાં પાસ થયો પરંતુ વિદાય મેચ રમવાનો મોકો ન મળ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -