નવી દિલ્હી: પૂર્વ ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે ટીમ મેનેજમેન્ટ પર તંજ કસ્યો છે. તેણે કહ્યું ઇન્ટરનેશનલ કેરિયરના અંતિમ સમયે ટીમ મેનેજમેન્ટે તેને નિરાશ કર્યો હતો. જો તેને પૂરતું સમર્થન મળ્યું હોત તો તે 2011માં શાનદાર પ્રદર્શન બાદ વધુ એક વર્લ્ડ કપ રમી શક્યો હોત.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન યુવરાજે કહ્યું કે મને દુખ છે કે 2011 બાદ વધુ એક વર્લ્ડ કપ રમી ના શક્યો. ટીમ મેનેજમેન્ટ અને તેની સાથે જોડાયેલા લોકો પાસેથી ભાગ્યે જ કોઈ સપોર્ટ મળ્યો. તેમણે કહ્યું કે જે પણ ક્રિકેટ રમ્યો તેમાં તે પોતાના દમ પર રમ્યો, મારો કોઈ ગૉડફાધર નહતો.
ઓલરાઉન્ડર યુવરાજસિંહે કહ્યું કે ફિટનેસ માટે જરૂરી યો યો ટેસ્ટ પાસ કરવા છતાં પણ તેને નજરઅંદાજ કરવામાં આવ્યો. ટીમ મેનેજમેન્ટે તેના કેરિયર અંગે સ્પષ્ટ વાત કરવી જોઈતી હતી. યુવરાજે કહ્યું કે મે ક્યારેય નહોતું વિચાર્યું કે 2017 ચેમ્પિયનશિપ ટ્રોફી બાદ આઠથી નવ મેચોમાં મેન ઓફ ધ મેચ જીત્યા બાદ મને ટીમમાંથી બહાર કરી દીધો.
હું ઈજાગ્રસ્ત થયો અને મને શ્રીલંકા શ્રેણી માટે તૈયારી કરવા કહેવામાં આવ્યું. તેના બાદ અચાનક મારે પરત આવવું પડ્યું 36 વર્ષની ઉંમરમાં યો-યો ટેસ્ટની તૈયારી કરવી પડી અને યો-યો ટેસ્ટ પાસ કર્યા બાદ પણ મને ઘરેલુ ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું.
યુવીએ આગળ કહ્યું, મને લાગે છે કે તે દુર્ભાગ્યપૂર્ણ હતું કારણ કે જે ખેલાડીએ 15-16 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હોય, તેની સાથે તમારે સીધી વાતા કરવી જોઈએ. કોઈ પણ મને કંઇ નથી કીધું, ના તો કોઈએ વિરેન્દ્ર સેહવાગ કે ઝહીર ખાનને.
તેમણે કહ્યું કે ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો કોઈજ પછતાવો નથી. મારા દિમાગમાં ઘણી વસ્તુઓ ચાલી રહી હતી. વર્લ્ડકપ શરૂ થઈ ગયો હતો અને ટીમ આગળ વધી રહી હતી. હું ભારત બહાર ક્રિકેટ રમવા માંગતો હતો જીંદગી આગળ નહતી વધી રહી, તે ખૂબજ તણાવપૂર્ણ સ્થિતિ હતી. મારા થોડા વર્ષ પહેલા જ લગ્ન થયા હતા તેથી ઘરે પણ ધ્યાન આપવાનું હતું. મારા કેરિયરનું સમાપન થોડો બોઝ બની રહ્યો હતો.
ભારતની બહાર મારે લીગમાં રમવાનું હતું. તેના માટે નિવૃતિ લેવું જરૂરી બની ગયું હતું. તેથી મેં વિચાર્યું હતું કે આ યોગ્ય સમય છે. યુવાઓ માટે ટીમને આગળ લઈ જવા માટે પણ યોગ્ય સમય છે અને મારા માટે સન્યાસ લેવાનો પણ.
ટીમ મેનેજમેન્ટનો સપોર્ટ મળ્યો હોત તો વધુ એક વર્લ્ડકપ રમ્યો હોત: યુવરાજ સિંહ
abpasmita.in
Updated at:
27 Sep 2019 06:24 PM (IST)
યુવરાજે કહ્યું કે મને દુખ છે કે 2011 બાદ વધુ એક વર્લ્ડ કપ રમી ના શક્યો. જે પણ ક્રિકેટ રમ્યો તેમાં તે પોતાના દમ પર રમ્યો, મારો કોઈ ગૉડફાધર નહતો. કેરિયરના અંતિમ સમયે ટીમ મેનેજમેન્ટે તેને નિરાશ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -