નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ફરી એકવાર મેદાનમાં ફટકાબાજી કરતો દેખાશે. ટેસ્ટ, વનડે અને ટી20માંથી સન્યાસ લઇ લીધા બાદ યુવરાજ હવે ટી10 લીગ રમવા મેદાનમાં ઉતરવાનો છે.

રીપોર્ટ પ્રમાણે યુવરાજ આગામી દિવસોમાં અબુધાબીમાં રમાનારી ટી10 ટૂર્નામેન્ટમાં મરાઠા અરેબિયન્સ ટીમમાંથી રમવા માટે મેદાનમાં ઉતરશે. આ ટૂર્નામેન્ટ 15 થી 24 નવેમ્બર સુધી રમાશે. મરાઠા અરેબિયન્સ ટીમે હાલ ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન અને ઇંગ્લેન્ડના પૂર્વ કૉચ એન્ડી ફ્લાવરને પોતાનો મુખ્ય કૉચ બનાવ્યો છે, હવે આ ટીમમાં યુવરાજને સામેલ કરવાની જાહેરાત થઇ છે.



મરાઠા અરેબિયન્સ ટીમ...
ગઇ વખતની જેમ વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન ડ્વેન બ્રાવોને મરાઠાની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ફ્રેન્ચાઇઝીએ લસિથ મલિંગા, હજરતલ્લુહ જાજાઇ, નજીબુલ્લાહ જાદરાન અને ક્રિસ લિનને રિટેન કર્યા છે.