મુંબઇઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને ઉપકેપ્ટન રોહિત શર્માએ ગુરુવારે બીસીસીઆઇના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી હતી. ગાંગુલી તાજેતરમાં જ બીસીસીઆઇના નવા અધ્યક્ષ બન્યા છે.

રોહિત શર્મા અને કોહલીએ ગાંગુલી સાથે મુલાકાત કતી હતી, આ દરમિયાન તેમને ગાંગુલી સાથે ભારતીય ક્રિકેટ ટીમની આગળની રણનીતિ અને યોજનાઓ વિશે ચર્ચા કરી હતી. કહેવાઇ રહ્યું છે કે, આ દરમિયાન તેમને ધોનીના ભવિષ્યને લઇને પણ ચર્ચા કરી હોવાનુ મનાય છે જોકે, આ વાત હજુ સુધી બહાર આવી નથી.



ખાસ વાત છે કે, રોહિત-કોહલી અને ગાંગુલીની મુલાકાત દરમિયાન કૉચ રવિ શાસ્ત્રીની ગેરહાજરી હતી, શાસ્ત્રી આ મિટિંગનો હિસ્સો ન હતા રહ્યાં.