ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે ટીમ ઈન્ડિયાના ‘સિક્સર કિંગ’ યુવરાજ સિંહે કરી મોટી જાહેરાત, જાણો વિગત
1 મે, 2009માં યુવરાજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે પ્રથમ હેટ્રિક લીધી હતી. તેણે ડર્બનમાં રોબિન ઉથપ્પા, માર્ક બાઉચર અને જેક કાલીસને આઉટ કરી આ સિદ્ધી મેળવી હતી. આ જ મેદાન પર તેણે 2007ના વર્લ્ડક્પમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. 17 મે, 2009ના રોજ યુવરાજે ડેક્કન ચાર્જર્સ સામે જોહાનિસબર્ગમાં હર્ષલ ગિબ્સ, એન્ડ્રુ સાયમન્ડ્સ અને વેણુગોપાલ રાવને આઉટ કરી આઈપીએલમાં બીજી વખત હેટ્રિક લીધી હતી.
IPLમાં યુવરાજ કિંગ્સ ઇલેવન પંજાબ, પુણે વોરિયર્સ ઇન્ડિયા, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, દિલ્હી ડેરડેવિલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચુક્યો છે. યુવરાજે બેટિંગ સિવાય બોલિંગમાં પણ આઇપીએલમાં ધૂમ મચાવી છે.
58 T-20માં યુવરાજે 1177 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 77 રન છે. ટી-20માં યુવરાજે 28 વિકેટ પણ ઝડપી છે. જ્યારે 40 ટેસ્ટમાં 3 સદી અને 11 અડધી સદીની મદદથી 1900 રન બનાવ્યા છે.
યુવરાજ સિંહે 304 વનડેમાં 36.54ની સરેરાશથી 8701 રન નોંધાવ્યા છે. જેમાં 14 સદી અને 2 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. વનડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 150 રન છે. જ્યારે 111 વિકેટ પણ તેણે લીધી છે.
2007ના ટી-20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સામે 6 બોલમાં 6 સિક્સ મારીને યુવરાતે ક્રિકેટ વર્લ્ડમાં તહેલકો મચાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં તેણે ઓસ્ટ્રેલિયાના બોલરોની સારી ધોલાઇ કરી હતી.
યુવરાજ સિંહનો સંન્યાસ ક્રિકેટ પ્રેમીઓ માટે એક ઝટકા સમાન હશે. કારકિર્દીની પ્રથમ જ મેચમાં 84 રનની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયા સામે જીત અપાવનારા આ ક્રિકેટરની કરિયર ઘણી શાનદાર રહી છે. યુવરાજે જ્યારે આ ઇનિંગ રમી હતી ત્યારે કાંગારુ ટીમમાં ગ્લેન મેકગ્રાથ જેવા ખતરનાક બોલર હતા અને ટીમ તેના સુવર્ણકાળમાંથી પસાર થઇ રહી હતી.
યુવરાજ સિંહનો સંન્યાસ ક્રિકેટ પ્રેમીઓ માટે એક ઝટકા સમાન હશે. કારકિર્દીની પ્રથમ જ મેચમાં 84 રનની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયા સામે જીત અપાવનારા આ ક્રિકેટરની કરિયર ઘણી શાનદાર રહી છે. યુવરાજે જ્યારે આ ઇનિંગ રમી હતી ત્યારે કાંગારુ ટીમમાં ગ્લેન મેકગ્રાથ જેવા ખતરનાક બોલર હતા અને ટીમ તેના સુવર્ણકાળમાંથી પસાર થઇ રહી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ યુવરાજે કહ્યું કે, હું ચાલુ વર્ષના અંતમાં ફેંસલો કરીશ. દરેકે જીવનમાં ક્યારેક આ અંગે ફેંસલો લેવો પડતો હોય છે. હું વર્ષ 2000થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છું. 17થી 18 વર્ષ થ ગયા હતા. તેથી 2019ના અંતમાં જરૂર ફેંસલો કરીશ.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન યુવરાજ સિંહે સંન્યાસને લઇ મોટી વાત કહી છે. સિક્સર કિંગ તરીકે જાણીતા ડાબોડી બેટ્સમેન યુવરાજ સિંહે ક્યારે નિવૃત્તિ લેશે તે અંગે કોઇ ખુલાસો કર્યો નથી. યુવરાજે કહ્યું કે, આ અંગે હું 2019 બાદ જ વિચાર કરીશ. ભારતીય ક્રિકેટ ટીમને 2011નો ક્રિકેટ વર્લ્ડ કપ અને 2007નો ટી-20 વર્લ્ડ કપ જીતાડવામાં યુવરાજનો સિંહ ફાળો હતો.