સાઉથની હોટ એક્ટ્રેસ પરણશે હરિયાણાના ક્રિકેટરને, વધુ એક એક્ટ્રેસ-ક્રિકેટર કપલ બનશે, જાણો વિગત
કોહલી પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર ઝાહીર ખાને પણ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા. યુવરાજસિંહની પત્ની હેજલ કીચ પણ ફિલ્મો સાથે જોડાયેલી છે. હરભજનસિંહ પણ અભિનેત્રી ગીતા બસરા સાથે વૈવાહિક બંધનમાં બંધાઈ ચૂક્યા છે.
આ બંનેના કથિત સંબંધથી ફરી એક વખત એવા દંપત્તિઓની યાદ અપાવી છે, જેઓ ફિલ્મ અને ક્રિકેટ સાથે જોડાયેલા છે. હાલમાં ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતાં. સંજોગોવશાત યુજવેન્દ્ર ચહલ જે ટીમનો હિસ્સો છે, જેના કેપ્ટન વિરાટ કોહલી છે.
છેલ્લા કેટલાક સમયથી તેઓ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ઘણીવાર તેઓ સાથે દેખાયા પણ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ તેઓ એકબીજા સાથે વાત કરે છે. આ બંને ટુંક સમયમાં લગ્ન કરી લેશે એવી ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે.
અહેવાલમાં કહેવાઈ રહ્યું છે કે યુજવેન્દ્ર ચહલ આઈપીએલ ખત્મ થયા બાદ તનિષ્કા સાથે લગ્ન કરી શકે છે, કારણકે આ ટુર્નામેન્ટ બાદ ભારતીય ટીમ આયરલેન્ડ અને પછી ઈગ્લેન્ડના પ્રવાસે રવાના થશે. તનિષ્કા કપૂર સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકોનું સારુ એવું સૈન્ય એકઠુ કર્યુ છે. મહત્વનું છે કે, યુજવેન્દ્ર ચહલ પણ યુવાઓ વચ્ચે ખાસ્સા લોકપ્રિય છે.
અહેવાલ મુજબ, યુજવેન્દ્ર ચહલનું જે અભિનેત્રી પર દિલ આવ્યું છે, તે તો કન્નડ ફિલ્મોની અભિનેત્રી તનિષ્કા કપૂર છે. આ બંને ઘણી વખત સાથે દેખાયા છે અને સોશિયલ મીડિયા પર પણ બંને લોકો એકબીજાને સારો પ્રતિસાદ આપે છે.
મુંબઈ: ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ) સીઝન 11માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર આરસીબી તરફથી રમનારા ભારતીય ખેલાડી યુજવેન્દ્ર ચહલ કથિત પણે એક અભિનેત્રી સાથે ડેટ કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટમાં કહેવાઈ રહ્યું છે કે ભારતીય ટીમનો આ ખેલાડી ટૂંક સમયમાં અભિનેત્રી સાથે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.