સુરતઃ સાપુતારા જતી ઈનોવાને અકસ્માત થતાં 10 યુવાનોનાં મોત, ટ્રક સાથે કાર ઢસડાતાં 100 મીટરના પટ્ટામાં લોહી-માંસના લોચા જ લોચા
આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક કારને અંદાજીત સો મીટર જેટલી ધસડી ગઈ હતી. તેના કારણે સો મીટરના પટ્ટામાં યુવાનોનાં લોહી તેમજ માંસના લોચા પડ્યા હતા. આ ઘટના અંગે ઇનચાર્જ ડીએસપી હેતલ પટેલે જણાવ્યું હતું કે કાર વડોદરા પાસિંગની છે જે કડોદરાનો દલાલ વેચવા લાવ્યો હતો.
સુરતઃ કડોદરાના યુવાનો રક્ષાબંધનના પર્વે ઇનોવા કારમાં સાપુતારા ફરવા જતા હતા ત્યારે માત્ર બલેશ્વર ગામે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 10 યુવાનોનાં મોત થયાં હતાં. આ યુવાનો ગાડી ખરીદવા સોદો કરવાના હતાપણ તે પહેલાં ટેસ્ટ કરવા માટે 12 યુવાનો એક જ કારમાં સાપુતારા જવા નીકળ્યા ત્યારે આ અકસ્માત થયો હતો.
મૃતકોમાં મનીષ ભરતલાલ સેન(ઉ.વ.22), સુબોધકુમાર સુખદેવ ચૌધરી(ઉ.વ.33), બિટ્ટુ શત્રુઘનસિંઘ રાજપૂત(ઉ.વ.32), ચિરાગ મનોજ વર્મા(ઉ.વ.22), વિશાલ સામંત(ઉ.વ.23), સની સતીષસિંગ રાજપૂત(ઉ.વ.20), તારાસિંગ લક્ષ્મણસિંગ ચૌહાણ(ઉ.વ.26), ચિરાગ મનોજ પટેલ (ઉ.વ.22), સુમીત જિતેન્દ્ર શાહ, દિનેશ દૂધનાથ કુશ્વાહ
પ્રમોદે મંજૂરી આપતાં યુવાનો ટેસ્ટ કરવા માટે સાપુતારા જતા હતા. ડીએસપીએ વધુમાં કહ્યું હતું કે ગાડીમાં કુલ 12 લોકો હતા જેમાંથી 2 બચી ગયા છે. બચેલા બેમાંથી એક ગાડી ચલાવતો હતો. આ બન્ને યુવાનો ભાનમાં આવ્યા ન હોવાથી તેમની પાસેથી કોઇ જાણકારી મળી શકી નથી.
પટેલે જણાવ્યું કે, કડોદરાના દલાલે કાર પલસાણાના દલાલ પ્રમોદ શર્માને આપી હતી. અને શર્મા પાસેથી કાર ખરીદવાનો સોદો ચાલી રહ્યો હતો. ખરીદતાં પહેલાં યુવાનો કારને ટેસ્ટ કરવા માગતા હતા એટલે તેમણે પ્રમોદને કહ્યું હતું કે, લોંગ ડ્રાઇવ પર જવા માગીએ છીએ.