સુરતઃ એક યુવાનનું માથું કપાઈને દસ ફૂટ દૂર પડ્યું, ત્રણ યુવાનો રસ્તા પર લોહીમાં લથપથ પડ્યા હતા ને બાકીના કાર સાથે લોચો થઈ ગયા હતા
આ અકસ્માતને નજરે જોનારા સાક્ષીના જણાવ્યા પ્રમાણે, ફસાયેલાઓને બહાર કેવી રીતે કાઢવા એ જ સૂઝતું નહોતું કેમ કે બધા મૃતકો કાર સાથે જ લોચો વળી ગયા હતા. ત્રણ જેટલા યુવાનો લોહીથી લથપથ રસ્તા પર પડયા હતા અને ગાડીમાં અંદર તો જોઇ શકાય નહી એવી યુવાનોની હાલત હતી.
અકસ્માતમાં મૃત્યુ પામેલા દશ યુવાનો પૈકી 3 યુવાનો કડોદરામાં નુરી મીડીયાની પાછળ આવેલ સોસાયટીમાં રહેતા હતા. યુવાનો પરપ્રાંતીય હોવાથી સોસાયટીમાં ભાડે તેમજ અન્ય મિત્રો સાથે રહેતા હોવાથી ઘટનાને કલાકો વીતી જવા છતાં 2 યુવાનોની ઓળખ રાત્રે પણ થઇ શકી ન હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઇનોવા કાર બીજા ટ્રેક પર જઇ ટ્રક સાથે અથડાયા બાદ સો મીટરના અંતર સુધી ખેંચાઇ હતી અને કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. અંદર સવાર યુવાનોના શરીરના માંસના લોચા તેમજ લોહી રસ્તા પર થોડા થોડા અંતરે જોવા મળ્યા હતાં.
ઈનોવા કારનું ટાયર છુટું પડી ગયુ હતું અને એક યુવાનના ધડથી માથુ અલગ થઈ ગયું હતું. છૂટું પડેલું માથું રોડ દસ ફૂટ સુધી ફંગોળાયું હતું અને જઈને ટાયર પાસે પડ્યું હતું. આ અકસ્માત જોઇ લોકોનાં રૂવાડાં ઊભાં થઇ જતાં હતાં. બીજા યુવાનોની હાલત પણ અત્યંત ખરાબ હતી.
સુરતઃ કડોદરાના યુવાનો રક્ષાબંધનના પર્વે ઇનોવા કારમાં સાપુતારા ફરવા જતા હતા ત્યારે માત્ર બલેશ્વર ગામે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 10 યુવાનોનાં મોત થયાં હતાં. આ યુવાનો ગાડી ખરીદવા સોદો કરવાના હતાપણ તે પહેલાં ટેસ્ટ કરવા માટે 12 યુવાનો એક જ કારમાં સાપુતારા જવા નીકળ્યા ત્યારે આ અકસ્માત થયો હતો.