સુરતઃ ડાઇંગ મિલના મેનેજરની આંખમાં મરચાની ભૂકી નાંખી 15 લાખની લૂંટ, માથામાં માર્યો પાઇપ
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં ડાઇંગ મિલના મેનેજરની આંખમાં મરચું નાંખીને 15 લાખ રૂપિયાની લૂંટની ઘટના ધોળે દહાડે બનતાં સનસનાટી મચી ગઈ છે. શહેરના પાંડેસવાર વિસ્તારમાં પ્રતિભા મિલ પાસે આવેલા ડાઈંગ મિલના મેનેજરની આંખમા મરચાની ભૂકી નાખી 15 લાખ રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. લૂંટારુઓએ પહેલાં આંખમાં મરચાંની ભૂકી નાંખી હતી અને આ પછી માથામાં પાઇપ ફટકારી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યારે પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને લૂંટ અંગે વિગતો મેળવી રહી છે. જોકે, કેટલા લૂંટારુઓ હતા? કેવા દેખાતા હતા, તેઓ કઈ તરફ ભાગ્યા વગેરે વિગિતો મેળવવામાં આવી રહી છે.
આ પછી મેનેજર અને મુન્નો રસ્તા પર પડી જતાં લૂંટારુઓ થેલો ઝુંટવી લઈ ફરાર થઈ ગયા હતાં. બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં 108ની મદદથી ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં રવિન્દ્રને માથાના ભાગે ઈજા પહોંચી હતી.
મેનેજર હેડ ઓફિસથી નવાગામ વિસ્તારના દિલ્હીયાનગરમાં રહેતા રવિન્દ્ર અનિરુધ્ધ મિશ્રા કર્મચારીઓના પગારના 15 લાખ રૂપિયા લઈને બાઈક પર સહકર્મી મુન્ના રાધેશ્યામ પાંડે સાથે જઈ રહ્યાં હતાં. દરમિયાન પાંડેસરાના બીટેક્સ ઈન્ડિયા અને પ્રતિભા મિલ વચ્ચે બે અજાણ્યા બાઈક ચાલકોએ કર્મચારીઓના ચહેરા પર મરચાની ભૂંકી છાંટી માથામાં સળીયાનો ઘા કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -