✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ દારૂની મહેફિલ માણતા ઝડપાયેલી યુવતીઓએ શું કર્યું? જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2019 10:22 AM (IST)
સુરતઃ દારૂની મહેફિલ માણતા ઝડપાયેલી યુવતીઓએ શું કર્યું? જુઓ તસવીરો
1

સુરતઃ નવા વર્ષના વધામણાં કરવા થનગનતા યુવાનો થરકી ન બને તે માટે પોલીસ ચાંપતી નજર રાખી હતી. પરંતુ પોલીસ નજરથી બચીને જાણે દારૂની મહેફિલ સજાવવાની અલગ મજા આવતી હોય તેમ નવસારીના નોગામા ગામે સુરતી નબીરાઓએ પાર્ટીનું આયોજન કર્યું હતું. જોકે પોલીસે તેમની પાર્ટીના રંગમાં ભંગ પાડી નશીલી ઉજવણી ઉપર બ્રેક લગાવી હતી.

2

શહેરના શોરબકોરથી દૂર પોલીસની બાજ નજરથી બચવા સુરતી નબીરાઓએ નવા વર્ષની ઉજવણી કરવા માટે નવસારી જિલ્લાના ચીખલીના નોગામા ગામની સીમમાં આવેલ ટર્ફ વિકેન્ડ હોમ ખાતે દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું.

3

આલીશાન લાગતા આ વિકેન્ડ હોમના બંગલો નંબર 12 અને 16માં સુરતી યુવાનો અને યુવતીઓ નશીલી ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે જ મધરાતે નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચે જામેલી પાર્ટીના રંગ માં ભંગ પાડ્યો હતો અને પાર્ટી ની મજા માણી રહેલા સુરતી નબીરાઓને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા.

4

છેલ્લી માહિતી મુજબ પોલીસ દ્વારા તમામ નબીરાઓને ચીખલી પોલીસ મથકે લઈ જઈ હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલામાં મોટા માથાના નબીરાઓના નામ ખુલ્લે તેવી હાલ સંભાવના વર્તાઈ રહી છે.

  • હોમ
  • સુરત
  • સુરતઃ દારૂની મહેફિલ માણતા ઝડપાયેલી યુવતીઓએ શું કર્યું? જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.