કથીરિયા છૂટ્યો નથી ત્યાં ‘પાસ’ના વધુ એક ટોચના નેતા અને 5 કાર્યકરોની ધરપકડ, જાણો કોને કોને જેલમાં ધકેલાયા ?
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર અલ્પેશ કથીરિયાને જેલમાંથી છોડાવવા પાટીદાર આગેવાનો મથી રહ્યાં છે ત્યાં હવે ‘પાસ’ના વધુ એક ટોચના નેતા અને 5 કાર્યકરોને જેલમાં ધકેલી દેવાયા હતા. પોલીસે સુરતમાં ‘પાસ’ કન્વીનર ધાર્મિક માલવિયા અને અન્ય 5 કાર્યકરોની ધરપકડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુણા પોલિસે મહેન્દ્ર બાલધા, તુષાર કાછડીયા, યોગેશ કુંભાણી, આકાશ વાટલીયા અને મૌલિક નસીતની ધરપકડ કરી હતી. પાસ કન્વિનરો સામે એકતા યાત્રા દરમિયાન પીએમ, સીએમ અને ડેપ્યુટી સીએમના પોસ્ટર પર શાહી ફેંકવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં સરથાણા પોલીસે ધાર્મિક માલવિયાની ધરપકડ કરી હતી.
સરથાણામાં બીઆરટીએસ બસ સળગાવવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરીને ધાર્મિક માલવિયા સહિત 6 શખ્સોની ધરપકડ કરી હતી.બાદમાં તમામને જામીન મળ્યા હતા. ધાર્મિક માલવિયા અને ‘પાસ’ના કાર્યકરો સામે જાહેર મિલકતને નુકસાન અને રમખાણો કરવાના ગુનો નોંધાયો હતો. સરથાણા અને પુણા પોલીસે આ કાર્યવાહી કરી હતી.
પોલીસે ધાર્મિક માલવિયા સાથે યોગેશ કુંભાણી, આકાશ વાટલિયા, મૌલિક નસીત, મહેન્દ્ર બાલધા, તુષાર કાછડિયાની પણ ધરપકડ કરી હતી. સુરતના સરથાણામાં જુદા જુદા બે ગુનામાં પાસ કન્વિનરોની ધરપકડ કરવામાં આવી હતી. સરથાણા પોલીસે ધાર્મિક માલવિયાની ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -