‘ધ બર્નિંગ ટ્રેન’, અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન આગમાં લપેટાઈ, પુલ પર જ અપાયુ સ્ટોપેજ
બીજી તરફ સળગતી ટ્રેનની આસપાસ લોકોની ભીડ વધતાં આરપીએફ અને કીમ રેલ્વે પોલીસ પણ મદદે દોડી ગઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટનાની મળતી માહિતી પ્રમાણે, ટ્રેન કન્ટેનરોથી ભરીને અમદાવાદથી મુંબઈ જતી હતી. તે સમયે આગ લાગી હતી. પરંતુ હાલ ફાયર ફાઈટરને ટ્રેનના એન્જિનમાં લાગેલી આગનું સાચું કારણ જાણવા મળ્યું નથી.
સુરત: સુરતથી અમદાવાદ આવતા કીમ-કોસંબા વચ્ચે એક ગુડ્સ ટ્રેનના એન્જિનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયા હતો. એન્જિનમાં આગ લાગતા ટ્રેન નદી પરના પૂલ પર જ ઉભી રહી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તરત જ સુરત અને કોસંબા ફાયર સ્ટેશનને ફોન કરી મદદ માંગી હતી. જેથી ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
વહેલી સવારે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તમામ ટ્રેનને જે તે સ્થળ પર સ્ટોપેજ આપી દેવાયું હતું. જેથી ટ્રેન વ્યવહારને પણ અસર પડી રહી છે.
પરંતુ ઘટનાની જાણ બાદ ફાયર અને પોલીસે ગુડઝ ટ્રેનના એન્જિનમાં લાગેલી કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. તો બીજી બાજુ ગુડઝ ટ્રેનના સળગતા એન્જિનને જોવા લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -