સુરતઃ પાટીદાર નેતા અલ્પેશની ધરપકડ, સમર્થકોએ વરાછા પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્પેશ ઠાકોરે આરોપ લગાવ્યો હતો કે મારી ઓફિસની સામે આવેલી હોટલમાં અનેક પોલીસ અધિકારીઓ યુવતીઓ સાથે સેક્સ માણે છે. અલ્પેશની ધરપકડ બાદ પાટીદાર યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં અલ્પેશના સમર્થકો વરાછા પોલીસ સ્ટેશન બહાર પહોંચી ગયા હતા અને તેમણે નારેબાજી કરી હતી. પાટીદાર યુવાનોએ હોબાળો મચાવતા પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. પોલીસે ટોળાને વિખેરવા કેટલાક પાટીદાર યુવકોની અટકાયત કરી હતી.
અલ્પેશ કથીરિયાના મતે હું મારી ઓફિસની નીચે મારી ગાડી પાર્ક કરી રહ્યો હતો ત્યારે મારા બાજુવાળાની ગાડી ડિટેઇન કરાઇ રહી હતી. ત્યારે મેં કહ્યું કે પીળા પટ્ટાની અંદર ગાડી છે તમે તે ગાડી ન ઉઠાવી શકો. દરમિયાન એસીપી ઈન્ચાર્જ પરમાર અને અલ્પેશ વચ્ચે બોલાચાલી થઇ હતી. અલ્પેશે આક્ષેપ લગાવ્યો છે કે, પોલીસ કર્મચારીએ તેને લાફો માર્યો હતો. આ ઘટના બાદ અલ્પેશ કથીરીયાની ધરપકડ કરાઇ હતી.
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી છે. અલ્પેશ કથીરિયાએ ટ્રાફિક પોલીસે તેની ગાડી અટકાવીને માર માર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. આ બાબતે અલ્પેશને પીસીઆર વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લવાયો હતો. મળતી વિગતો અનુસાર, અલ્પેશ કથીરિયાની ટ્રાફિસ પોલીસ કર્મચારી સાથે બાઇક પાર્ક કરવા બાબતે બબાલ કરવા અને ટ્રાફિક પીએસઆઇને ધમકી આપવા મામલે ધરપકડ કરાઇ છે. અલ્પેશની ધરપકડ બાદ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનોએ વરાછા પોલીસ સ્ટેશન બહાર વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં પોલીસ અને પાટીદાર યુવાનો વચ્ચે ઘર્ષણ વધ્યું હતું. ત્યારબાદ પોલીસે અનેક પાટીદાર યુવાઓની અટકાયત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -