સુરતઃ સગા બાપે અઢી વર્ષના દીકરાને ‘લવયુ બેટા જયશ્રી કૃષ્ણ’ બોલી પાણીમાં નાંખીને મારી નાંખ્યો, જાણો શું આપ્યું કારણ?
આ કારણે હું પંદરેક દિવસથી અપસેટ હતો તેથી મને નીવને મારી નાંખવાનો વિચાર આવેલો. પતિની આ કબૂલાતના આધારે પત્નિ બ્રેનાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે નિશિતની ધરપકડ કરી છે. નિવ જે રીતે અલગ અલગ વાતો કરી રહ્યો છે તેના કારણે પોલીસને તે સાચું નથી બોલી રહ્યો એવું લાગે છે.
નિશિતે બ્રેનાને કહ્યું હતું કે, નિવને હું બાલ મંદિરમાં મૂકવા ગયો હતો પરંતુ બાલમંદિરમાં કોઈ બાળક આવેલું ના હોવાથી હું તેને લઈને બારડોલી ગયેલો. મને નીવનો જન્મ થયો ત્યારથી તે પસંદ હતો. મારા બે છોકરાને માટે વધુ મિલકત ભેગી કરવી પડે અને મને દીકરી જોઈતી હતી.
નિર્દય નિશિતે દીકરા નિવને ‘લવયુ બેટા જયશ્રી કૃષ્ણ’ બોલી પાણીમાં નાંખી દીધો પછી નિવ સીધો પાણીમાં જતો રહ્યો હતો અને થોડીવારમાં તો પાણીમાં તણાઇ ગયો હતો. નિશિતના માતા-પિતાએ પણ એવું પણ કહ્યું કે, તેના દીકરાને દીકરો નહીં પણ દીકરી જોઈતી હતી તેથી નિવ જન્મ્યો ત્યારથી જ એ તેને ગમતો નહોતો.
નિશિતે તેની પત્ની બ્રેનાને જણાવ્યુ હતું કે, ગાડીમાં પડેલો કોથળો નીચેથી નીવને પહેરાવીને પોતે નિવને નાંદીડા ગામની સીમમાં આવેલી મીંઢોળા નદીના પુલ ઉપર લઈ ગયો હતો. કઠેરા પાસે જઈ આમ તેમ નજર કરી કોઈ વાહન કે વ્યક્તિ ન હોય તેણે કોથળા સાથે નિવને મીંઢોળા નદીના પાણીમાં નાંખી દીધો હતો.
સુરતઃ બારડોલીના નિવ પટેલ નામના અઢી વર્ષના છોકરાનું નદીમાં તણાઈ જવાથી મોત થયું એ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. નિવના પિતા નિશિતે પહેલાં દીકરાનું અપહરણ થયું હોવાની વાર્તા ઘડી કાઢી હતી. એ પછી તેણે દીકરો પોતાના હાથમાંથી સરકીને નદીમાં જતો રહ્યો હોવાનું નિવેદન આપ્યું હતું.
હવે નીશિત પટેલે નવો ધડાકો કર્યો છે. માસૂમ નીવની હત્યા પોતે જ કરી હોવાની તેના પિતા નિશીતે કબૂલાત કરી છે. પિતાની કબૂલાત બાદ અરેરાટી ફેલાઈ ગઈ હતી. નિર્દયી બાપ નિશીતે કરેલી કબૂલાત પ્રમાણે તેણે જ તેના દીકરા નિવને ‘લવયુ બેટા જયશ્રી કૃષ્ણ’ બોલી પાણીમાં નાંખી દીધો હતો.