સેક્સકાંડમાં સંડોવાયેલો ભાજપનો નેતા જંયતિ ભાનુશાળી ફરાર, જાણો વિગત
સુરતની યુવતી સાથે દુષ્કર્મ કરવાના આરોપનો સામનો કરી રહેલા અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની કુકર્મકથામાં વધુ એક ફણગો ફૂટ્યો છે. જયંતી ભાનુશાળીના અન્ય યુવતી સાથે સંબંધો હોવાની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
પીડિતાએ જંયતિ ભાનુશાળી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમાં ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી જંયતિ ભાનુશાળીએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.
ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જંયતિ ભાનુશાળઈ વિરુદ્ધ બળાત્કારના આરોપોને સુરત પોલીસ જંયતિ ભાનુશાળીની શોધખોળ કરી રહી છે. જોકે જંયતિ ભાનુશાળી ભૂગર્ગમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદની ઉમેદ હોટલ આવવા માટે રવાના થઈ ગઈ છે જ્યાં પીડિતાને સાથે રાખીને હોટલમાં તપાસ કરશે.
અમદાવાદ: સુરતના વરાછાની યુવતીને એડમિશન અપાવવાના બહાને બળાત્કાર કરનારા ભાજપના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જંયતિ ભાનુશાળીની હાલ સુરત પોલીસ શોધખોળ કરી રહી છે. જોકે જંયતિ ભાનુશાળી ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદ આવવા માટે રવાના થઈ ગઈ છે.