ગુજરાત ભાજપના કયા મહિલા સાંસદને 500 રૂપિયાનો દંડ ભરવો પડ્યો, જાણો કેમ
ત્યાર બાદ પણ અરજદારને કરેલ કાર્યવાહીનું માહિતી નહીં આપતાં RTI દ્વારા સમગ્ર મામલાનું માહિતી માંગવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ તારીખ 11-06-2019ના રોજ ફરી સંજય ઇઝાવા દ્વારા સિટી પોલીસ કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નરના આદેશાનુસાર ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રફિક રીજીયન-1 દ્વારા તારીખ 24-08-2018ના રોજ સાંસદ દર્શના જરદોશ પાસેથી મોટોર વ્હિકલ કલમ 181 મુજબ વગર લાઈસન્સે JCB ચલાવવા બદલ રૂપિયા 500ની દંડ વસૂલ કરી હતી.
સુરતના જાગૃત નાગરિક એવા સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ ફરિયાદના અનુસંધાને સુરત ટ્રફિક રીજીયન-1 મદદનીશ પોલીસ કમિશ્નર કચેરી દ્વારા તાપસ કરીને સાંસદ દર્શના જરદોશ ફક્ત ડ્રાઈવર સીટ પર બેસીને કામદારોની ઉત્સા વધારવામાટે ફોટો પડાવામાં આવ્યો એવો જવાબ આપીને ફરિયાદ દફતરે કરી હતી.
સુરત: તારીખ 04/05/2018ના રોજ ભાજપના સાંસદ દર્શના જરદોશ દ્વારા ડંક્કાઓવારા પર સફાઈ અભિયાન દરમિયાન JCB મશીન ચલાવ્યું હતું. JCB મશીન ચલાવવાનું લાઈસન્સ ન હોવા છતાં મશીન ચલાવી સાંસદ દર્શના જરદોશ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -